વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. આજે તેઓ શાહજહાંપુર પહોંચ્યા છે. જ્યાં તેમણે કિસાન કલ્યાણ રેલીનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને મહાગઠબંધન પર કટાક્ષ કરતા કહ્યું કે, જેટલા વધુ પક્ષો એકસાથે આવશે એટલા જ પક્ષો-પક્ષો થશે અને જેટલા વધુ પક્ષો-પક્ષો થશે એટલું વધારે કમળ ખિલશે.
પીએમ મોદીએ શુક્રવારે ગૃહમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કહ્યું કે, દેશના ખૂણે-ખૂણાને મોદી પર વિશ્વાસ છે, પરંતુ કેટલિક પાર્ટીઓને વિશ્વાસ નથી. મોદીએ કહ્યું, અમે તેમના અવિશ્વાસનું વારંવાર કારણ પૂછ્યું છે, પરંતુ તે કારણ ન જણાવી શક્યા તો ગળે પડી ગયા.
પીએમ મોદીએ કહ્યું કે, અહંકાર, દંભ અને દમનના સંસ્કાર આજના યુવા ભારત સહન કરવા તૈયાર નથી. ભલે સાયલક હોય કે હાથી, કોઇપણ હોય સાથી, સ્વાર્થ માટેના તમાશાને દેશ સમજી ગયો છે.
પોતાના ભાષણમાં કિસાનોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દેશના કિસાનો અમને આશીર્વાદ આપી રહ્યાં છે. તેમણે કહ્યું, થોડા દિવસ પહેલા ગન્ના કિસાન મને મળવા માટે દિલ્હી આવ્યા હતા અને મેં તેમને કહ્યું હતું કે જલ્દી ગન્ના કિસાનોને એક સારા સમાચાર સાંભળવા મળશે આજ વચન નિભાવવા હું શાહજહાંપુર આવ્યો છું. પીએમ મોદીએ જણાવ્યું કે, ગન્ના કિસાનોને તેમની સરકારે ભેટ આપી છે. આ વખતે જે પણ ગન્નાની વાવણી કરવામાં આવી છે, તેના ખર્ચથી પોણા બે ગણા વધુ મળશે.
તેમણે કહ્યું કે, અમારી સરકારે આ નિર્ણય લીધો છે કે દેશના ગન્ના કિસાનોને ગન્ના પર મૂલ્ય કિંમતથી ઉપર લગભલ 80 ટકા સીધો લાભ મળશે. ધાન, મક્કાઇ, દાળ અને તેલવાળા 14 ઉત્પાદનોને સરકારી મૂલ્યમાં 200 રૂપિયાથી 1800 રૂપિયાની વધારો દેશના ઇતિહાસમાં ક્યારેય થયો નથી.
વિપક્ષ પર હુલો કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે કિસાનો માટે જે ખોટા આસું વહાવી રહ્યાં છે તેમની પાસે આ કામ કરવાની તક હતી પરંતુ તેમની પાસે કિસાનો માટે કામ કરવાનો સમય ન હતો.
પીએમ મોદીએ જણાવ્યું, આ વખતે ગન્નાની જે વાવણી થઈ છે તેનું પ્રતિ ક્વિંન્ટલ મૂલ્ય 155 રૂપિયા છે, પરંતુ આ વખતે જે મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે તે, પોણા બે ગણું થઈ રહ્યું છે.