મોંઘીદાટ વસ્તુઓની શોખીન છે લેડી ડોન ભૂરી,તસવીરો જોઈ અચક પામી જશો,જુઓ તસવીરો……

આજે એક એવી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેના નામથી ભલભલા ફફડે છે.સુરતમાં જેના નામે ઘણાં ફરીયાદો નોંધાઈ ચૂકી છે તે ભૂરી ડોન ફરીથી પોલીસના ચોપડે ચડી છે.આ ઘટના ગુજરાતમાં નહીં પણ દીવમાં બની છે.દીવમાં નાગવા બીચ ખાતે ભૂરી ડોને પોતાના જ મિત્ર સાથે તકરાર કરી હતી.વરાછા પંથકમાં છેલ્લાં ૨-૩ મહિનાથી ખૂબસૂરત હસીનાની ખતરનાક કરતૂતોએ ભારે ચર્ચા જગાવી છે.હાથમાં હથિયારો લઇને ફરતી અને લેડી ડોન તરીકે ઓળખાતી આ અસ્મિતા ઉર્ફે ભૂરી ચપ્પુની અણીએ લૂંટી લેવાના કારનામા કરી રહી છે.

હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો હતો જેમા ભૂરી હાથમાં તલવાર લઇ એક દુકાનદારને ધમકાવતી નજરે પડી રહી છે સાથે જ તે લૂંટ કરતા પણ નજર આવી રહી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વરાછા વિસ્તારમાં આતંક મચાવતી લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીથી લોકો ત્રાસી ગયા છે.હાથમાં છરા સહિતના હથિયારો લઇને મિત્રો સાથે બિંદાસ્ત ફરતી આ ખૂબસૂરત હસીનાથી લોકો ફફડી રહ્યા છે.

બે મહિના પહેલાં હોળી-ધૂળેટીના પર્વ પર અસ્મિતાની કરતૂતો બહાર આવી હતી.દરમિયાન છેલ્લાં ત્રણેક દિવસથી અસ્મિતાના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે.લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીએ મિત્રો સાથે મળી શાકભાજીના વેપારીના પુત્રની બાઇક લૂંટી લેવા સાથે એક પાનના ગલ્લાવાળાને પણ ચપ્પુની અણીએ લૂંટી લીધો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વરાછા પોલીસે ભૂરી અને તેના મિત્રો સામે લૂંટના ગુનો નોંધ્યા હતા.અસ્મિતા ઉર્ફે ભૂરી જેટલી ખૂબસૂરત છે તેટલી જ તેની ખતરનાક હરકતો છે.હાથમાં ચપ્પુ સહિતના હથિયાર લઇ ટપોરીગીરી કરતી અસ્મિતા એ હદે બેફામ બની ગઇ છે કે પોલીસનો પણ કોઇ ખૌફ નથી. પોલીસને પણ બિંદાસ્ત જવાબ આપતી ભૂરીને પોલીસે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાઇ ત્યારે પણ તેના ચહેરાં પર જરાય શરમ, અફસોસ કે પસ્તાવો જણાયો ન હતો.

કોર્ટ પરિસરમાં પણ મીડિયા કર્મીઓ સામે અસ્મિતાએ ચહેરો છૂપાવવાને બદલે ફિલ્મી સ્ટાઇલમાં હાથ ઊંચો કરી બિંદાસ્ત પોઝ આપ્યો હતો.ખૂબસૂરત હસીનાએ લાજ-શરમ નેવે મુકી દઇ નફ્ફટાઇની હદ વટાવી દીધી હોય સૌ કોઇ આ દ્રશ્ય જોઇ ચોંકી ઉઠયા હતા.

સુરતની આ લેડી ડોન ડીકૂનાં નામથી પણ પ્રખ્યાત છે.સોશિયલ મીડિયા પર તેને 13,714 લોકો તેને ફોલો કરે છે.આ સાથે જ ફેસબુક પર આ લેડી ડોનનાં 2500 જેટલા ફ્રેંડ છે.અસ્મિતાને મોંઘી કાર અને બાઇક ચલાવવાનો પણ શોખ છે.આ સિવાય તે તલવાર અને બંદુક જેવા ખતરનાક હથિયારો ચલાવવાની પણ શોખિન છે.એક તસવીરમાં તેના હાથમાં બંદુક નજર આવી રહી છે.લેડી ડોને પોતાના ફેસબુક સ્ટેટસમાં લખ્યું છે કે,’હમારે જીને કા તરિકા થોડા અલગ હૈ હમ ઉમ્મીદ પર નહી જીદ પર જીતે હૈ.

મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહીલને ગેંગના લોકો ‘ભૂરી’ના નામે ઓળખે છે.ઉનામાં પાંચ બહેનોમાંથી આ અસ્મિતા ઉર્ફે ભૂરી અવળા રસ્તે ચડી ગઈ હોવાનું તેના નજીકના લોકોએ કહ્યું હતું.ભૂરી છેલ્લા કેટલાક સમયથી સંજય નામના તેના કથિત પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં સુરતમાં જ રહે છે.આ સંજય સાથે જ ભૂરી પણ આતંક મચાવે છે.

અસ્મિતા ગોહીલ ઉર્ફે ભૂરી વરાછા વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર વખતે સૌ પ્રથમ લાઈમ લાઈટમાં આવી હતી. ગોલ્ડન અને તેની બહેનની સાથે ભૂરીનું નામ પણ ચર્ચાયું હતું. જોકે, તે કેસમાં ભૂરીનો રોલ મહત્વનો ન હોવાથી તેણી માત્ર ચર્ચામાં જ આવી હતી. બાદમાં આ કેસમાં તેના વિરુધ્ધ કોઈ તપાસ થઈ નહોતી.વરાછા વિસ્તારમાં અગાઉના સમયમાં અસ્મિતા મકવાણા નામની માથાભારે મહિલા હતી.

જે રૂપાળી નહોતી પણ કામ તેના પણ એવા જ હતાં. અસ્મિતા મકવાણા જે તે સમયે ફૂલનના નામે જાણી હતી. ભૂરીનું સાચું નામ પણ અસ્મિતા હોવાથી તેની તુલના સામાન્ય રીતે લોકો ફૂલન સાથે કરે છે. જો કે, આ અસ્મિતા ગોહિલ ભૂરી લેડી ડોનના નામે પંકાયેલી છે. બન્ને વચ્ચે સામ્યતા છે તેમ ભિન્નતા પણ છે. પેલીનો ત્રાસ સામાન્ય લોકોને નહોતો.

જ્યારે આ ભૂરી ડોન લુખ્ખાગીરી પર ગમે ત્યારે ઉતરી આવતી હોવાનું સામે આવ્યું છે.કમલપાર્ક સોસાયટી પાસે રહેતો કિશોર બુધવારે બપોરે આશરે એક વાગે લાભેશ્વર વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીના ગેટ પાસેથી પસાર થતો હતો ત્યારે ભૂરી તેના સાગરીત સાથે છરા સાથે આવી ગઈ હતી.કિશોરને ગાળો આપી ભાગ અહીથી એવું કહીને તેની પાસેથી બાઇક લૂંટીને નાસી ગઈ હતી.ભૂરી નો આતંક આખા સુરત માં છે અને તેના ચર્ચા આખા ગુજરાતમાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top