ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, કેરાલાના દરિયા કિનારે આવતીકાલ એટલે કે 31 મે સુધીમાં ચોમાસાનુ આગમન થાય તેવી શક્યતાઓ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 31 મેના રોજ કેરાલામાં તેનુ ચોમાસુંનું આગમન થશે અને પાંચ જૂન સુધીમાં તે ગોવા પહોંચી જશે. આ વખતે સરેરાશ વરસાદ થશે તેવુ પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.
સામાન્ય રીતે ભારતનુ ચોમાસુ કેરાલામાં એક જુન સુધીમાં શરૂ થતું હોય છે અને પાંચ જુન સુધીમાં ગોવામાં પહેલા વરસાદનુ આગમન થાય છે. તેમ છતા છેલ્લા બે અઠવાડિયાથી દેશના કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે અને તેના પાછળનુ કારણ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં ઉદભવેલા બે વાવાઝોડા છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા 16 વર્ષથી કેરાલામાં ચોમાસાના આગમનની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી સાચી પડે છે. જયારે આ વર્ષે પણ હવામાન વિભાગ દ્વારા ચોમાસુ સામાન્ય રહશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ દરમિયાન જો ચોમાસાની ગતિ આગાહી પ્રમાણે જ રહશે તો 15 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસુ બેસી જશે. તેમ છતા ઉત્તર ભારતના લોકોને ચોમાસા માટે રાહ જોવી પડી શકે છે. અહીંયા સામાન્ય રીતે 1 જુલાઈથી ચોમાસુ બેસતું હોય છે.