CrimeMorbi

મોરબીમાં બૂટલેગરની દારૂ ઘૂસાડવાની રીત જોઈને પોલીસ પણ ચોંકી ગઈ, જાણો કઈ રીતે ઘૂસાડવામાં આવી રહ્યો હતો દારૂ

મોરબી જીલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના જુદી જુદી રીત બૂટલેગરો દ્વારા અપનાવવામાં આવી રહી છે. મોરબી પોલીસ દ્વારા દારૂના બૂટલેગરો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવતા બૂટલેગરો દ્વારા હવે નવી મોડસ ઓપરેન્ડરી દ્વારા વિદેશી દારૂ ઘુસાડવાની નવી રીત શોધાઈ છે. તેમ છતાં મોરબી તાલુકા ઈન્ચાર્જ પીઆઈ વિરલ પટેલની ટીમ દ્વારા આવા બૂટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ બાબતમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ બનેલી સર્વેલન્સ ટીમને જાણકારી મળી હતી કે, રફાળેશ્વર જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ રામદેવ એન્ડ બિશ્નોઇ હોટલવાળા રાજુ શંકરલાલ બિશ્નોઇ વાળા દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. આ જથ્થો આજરોજ મોડીરાત્રીના એક ટ્રક દ્વારા આવવાનો છે.

આ જાણકારીના આધારે તપાસ દરમિયાન એક ટ્રક જે જગ્યા નક્કી કરવામાં આવી હતી ત્યાં આવીને ઉભો રહેતા માલ મંગાવનાર તથા માલ લાવનાર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવા જઇ રહયા હતા તે દરમિયાન તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ ટ્રકને ચેક કરતા આ ટ્રકના નીચેના ભાગે આવેલ ચોરખાનામાંથી તથા ટુલબોક્ષમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તથા બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા માલ લાવનાર આરોપી શ્રવણરામ બાબુરામ જાબુ, હનુમાનરામ કાનારામ જાખડ તથા માલ મંગાવનાર આરોપી રાજુ શંકરલાલ ખોખરને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-64 કિં. રૂ.29,440 તથા બીયરના ટીન નંગ.45 કિ.રૂ.4500, એક ટાટા કંપનીનો ટ્રક નં. આરજે-19-જીએફ-7914 કિ.રૂ.12,00,000 મળી કુલ રૂ.12,33,940 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, મોરબી પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં જુદી જુદી જગ્યાએ વિદેશી દારૂના વેંચાણકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે મોરબી જીલ્લામા મોડસ ઓપરેન્ડરીથીક વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker