બજેટ પહેલા મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આમ આદમીને રાહત મળી છે. જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં 49 આઇટમ્સ પર ટેક્સ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણે લોકોને તેના રોજીંદી લાઇફમાં ઘણી રાહત મળશે. જેના GST રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે આઇટમ્સમાં બાયોડિઝલ, પેકેજ્ડ પાણી, હીરા અને કિંમતી રત્નો, શુગર કેંડી, ટેલરિંગ સર્વિસિઝ, એમ્યુઝમેન્ટ પાર્ક, લો કોસ્ટ હાઉસિંગ કંસ્ટ્રક્શન સર્વિસિસ વગેરે મહત્વપૂર્ણ બાબતોમાં ભાવ ઘટાડવામાં આવ્યા છે.
આ નવા પ્રાઇઝ આગામી 25 જાન્યુઆરીથી લાગુ પડશે. આ કારણે સરકારની આવકમાં 1000-1200 કરોડ રુપિયાનો ઘટાડો નોંધાઈ શકે છે. GST કાઉંસિલે 29 વસ્તુઓના ટેક્સ રેટમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. ગુરુવારે કાઉન્સિલની દિલ્હી ખાતે 25મી બેઠક મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે હેન્ડિક્રાફ્ટ માટે એક વ્યાખ્યા નિર્ધારીત કરી અને 40 જેટલી આઇટમ્સનો તેમાં સમાવેશ કર્યો છે.
આ બેઠકમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતી તમામ પરીક્ષાઓ અને તેનાથી જાડાયેલી તમામ સર્વિસને GSTથી બહાર રાખવામાં આવી છે. જેથી કોલેજની એન્ટ્રસ એક્ઝામ ફી પર GST નહીં લાગે.
28%થી 18%: જૂની SUV સેગમેન્ટની કાર, સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનની બસો જે બાયોફ્યુઅલ પર ચાલે છે.
28%થી 12%: SUV સીવાયની તમામ જૂની કાર
18%થી 12%: ટોફી અને 20 લીટરનું પેકેજ્ડ પાણી અને બાયોડિઝલ
3%થી 0.25%: હીરા અને કિંમતી રત્નો પર પણ દર ઘટાડ્યો
રિટર્નનું નવું ફોર્મેટ: કાઉન્સીલના સૂત્રો મુજબ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની આગેવાનીમાં બનાવવામાં આવેલ મંત્રીયોનું ગ્રુપ અને ઇન્ફોસિસના નંદન નીલકોણી દ્વારા એક રિટર્ન ફોર્મેટ બનાવવામાં આવી રહ્યું છે. જે બાદ તેને મંજૂરી આપવામાં આવશે.
પેટ્રોલ-ડીઝલમાં રાહત હજુ દૂરનું લક્ષ્ય: તો બીજી બાજુ જેની તમામ ક્ષેત્રો રાહ જોઈ રહ્યા છે તે પેટ્રોલ-ડીઝલને GSTના કાર્યક્ષેત્રમાં લેવા અને રિયલ એસ્ટેટને GST અંતર્ગત લેવા માટે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્નો અંગે નાણાંપ્રધાન જેટલીએ કહ્યું કે, ‘આ મુદ્દે કાઉન્સીલની આગામી બેઠકમાં ચર્ચા થશે.’