પોતાના વિવાદિત અને અજીબોગરીબ દાવાઓને લઈને ચર્ચામાં રહેતા ક્રિશ્ચિયન થિયોરિસ્ટસે ફરી સનસની મચાવી દેતો દાવો કર્યો છે. આ વખતે ક્રિશ્ચિયન કોન્સ્પિરનસી થિયોરિસ્ટસનું કહેવું છે કે પૃથ્વી પર એક એવી આપત્તિ આવવાની છે, જેમાં એક ઝાટકે લગભગ 100 કરોડ લોકોના મોત થઇ જશે અને આ તબાહી લાવશે એક વાયરસ.
* જર્મનીના રિસર્ચને બાઇબલ સાથે જોડયું:
– હકીકતમાં, ક્રિશ્ચિયન થિયોરીસ્ટે તાજેતરમાં જ જર્મનીથી સામે આવેલા એક વાયરસ રિસર્ચને બાઇબલ સાથે જોડ્યું છે. હોપકિન્સ યુનિવર્સીટીના આ રિસર્ચમાં ભવિષ્યમાં વાયરસ એટેકને લઈને સંભવિત દ્રશ્ય તૈયાર કરાયું છે. તેને સ્ટિમ્યુલેશન કહેવાયું છે. આ સ્ટિમ્યુલેશન મુજબ બીમારી પેદા કરતા કેટલાક અજાણ્યા વાયરસ સાર્સ (SARS) જીવલેણ વાયરસની જેમ હરકત કરશે અને તેને રોકવા મુશ્કેલ થઇ જશે.
* લોકો પર થશે આવી અસર:
– સ્ટિમ્યુલેશન મુજબ સૌથી પહેલા માણસોમાં તાવના લક્ષણ દેખાશે. તેના પછી જોરદાર તાવ, કફ અને મગજમાં તણાવ પેદા થશે. ભ્રમની સ્થિતિના થોડા સમય બાદ લોકો ઇન્સેફેલાઇટીસના શિકાર થશે. તેનાથી તેમના મગજમાં સોજો આવશે અને પછી કોમામાં ગયા બાદ મોત થવાની શક્યતા છે.
* 20 મહિનામાં આ થશે:
– આ પછી આગળના 20 મહિનાઓ સુધી ઝડપથી ફેલાતો આ વાયરસ 15 કરોડ લોકોને ખતમ કરી ચુક્યો હશે અને તેને રોકવાની કોઈ રીત નહીં હોય. જો આ પછી પણ તેને રોકવા માટે કોઈ વેક્સીન બનાવવામાં નહીં આવે તો લગભગ 90 કરોડ લોકો તેની ચપેટમાં આવી જશે.
* બાઇબલમાં છે આ તબાહીનો ઉલ્લેખ:
– ક્રિશ્ચિયન થિયોરીસ્ટએ આ જ રિસર્ચને આધાર માનીને તેને બાઇબલ સાથે જોડી દીધો છે. તેમના જણાવ્યા મુજબ બાઈબલના અધ્યાય 21:11માં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં સાફ લખ્યું છે,”તે વખતે હળહળતું આવશે, દુષ્કાળ પડશે અને બીમારીઓ તબાહી મચાવશે. આ સમયમાં કેટલીક એવી ઘટનાઓ પણ બનશે, જે માણસની કલ્પના બહાર હશે.