ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી શકે છે 15 લાખથી વધુ મોબાઈલ એપ્સ, આ છે કારણ

આ વર્ષની શરૂઆતમાં એપલ અને ગૂગલે ડેવલપર્સને એપના અપડેટ વિશે ચેતવણી આપી હતી. એપલ અને ગૂગલે તમામ ડેવલપર્સને નોટિસ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે એપ્સ અપડેટ કરવામાં આવી રહી નથી, તે એપને સ્ટોરમાંથી દૂર કરવામાં આવશે. હવે પિક્સાલેટનો એક રિપોર્ટ જણાવે છે કે, એપલના એપ સ્ટોર અને ગૂગલના પ્લે-સ્ટોર પર લગભગ 30 ટકા એપ્સ હટાવી શકે છે. રિપોર્ટ અનુસાર લગભગ 1.5 મિલિયન એટલે કે 15 લાખ એપ્સને કાયમ માટે પ્રતિબંધિત અથવા હટાવી શકાય છે.

બે વર્ષથી અપડેટ નથી

ગૂગલ અને એપલે સ્ટોરમાંથી એવી તમામ એપ્સને હટાવવાનો નિર્ણય લીધો છે. જેને વર્ષોથી કોઈ અપડેટ નથી મળ્યું. જે એપ્સને અપડેટ નથી મળી રહી તેમાં એજ્યુકેશન, રેફરન્સ અને ગેમ્સ કેટેગરીમાં ઘણી બધી એપ્સ છે. તેમાંથી 3,14,000 એપ્સ એવી છે કે જેને સુપર ત્વરિત અસરથી દૂર કરી શકાય છે. આ એપ્સને છેલ્લા પાંચ વર્ષથી કોઈ અપડેટ મળ્યું નથી.

લગભગ 58 % એપ્સ એપ સ્ટોરમાંથી અને 42 % એપ્સ પ્લે-સ્ટોરમાંથી દૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેતવણી બાદ છેલ્લા 6 મહિનામાં 13 લાખ એપ્સ અપડેટ કરવામાં આવી છે. એપલે કહ્યું છે કે તે સ્ટોરમાંથી એપને હટાવી દેશે, પરંતુ જો કોઈના ફોનમાં એપ હશે, તો તેઓ તેને એક્સેસ કરી શકશે. ગૂગલે પણ ગયા મહિને આવું જ નિવેદન આપ્યું હતું.

એપ્સ અપડેટ ન થવામાં શું સમસ્યા છે?

જે એપ્સ લાંબા સમય સુધી અપડેટ થતી નથી, તેમની સાથે સુરક્ષાનું ઘણું જોખમ રહેલું છે. આ સિવાય એપ્સમાં અપડેટ ન મળવાની પણ સંભાવના છે. આ ઉપરાંત જો કોઈ ડેવલપર કોઈની પાસેથી તેની એપ્લિકેશન માટે જાહેરાત માંગે છે, તો તેણે તેની એપ્લિકેશનનું નિયમિત અપડેટ કરવું જરૂરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ પ્લે-સ્ટોર અને એપલના એપ-સ્ટોરમાંથી અપડેટ ન કરતી એપ્સને 1 નવેમ્બરથી હટાવવાનું શરૂ થશે.

Scroll to Top