International

પેરુમાં ભયાનક બસ અકસ્માતમાં 20ના મોત, 30 ઘાયલ

પેરુમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઉત્તરીય લિબર્ટાડ ક્ષેત્રમાં થઈ હતી. મુસાફરોથી ભરેલી બસ જઈ રહી હતી ત્યારે અનિયંત્રિત થઈને બસ 100 મીટર (328 ફૂટ) ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

બસ તૈયબામ્બાથી ટ્રુજીલો જઈ રહી હતી. આ અંતર લગભગ 340 કિલોમીટર (211 માઇલ)નું છે. જોકે, ખરાબ રસ્તાના કારણે આ અંતર કાપવામાં 14 કલાકનો સમય લાગે છે.

જણાવી દઈએ કે પેરુમાં આ પ્રકારના રોડ અકસ્માતો અવારનવાર થાય છે. આ અકસ્માતોનું કારણ વાહનોની વધુ ઝડપ અને ખરાબ રસ્તા છે. ગયા વર્ષે જ 10 નવેમ્બરના રોજ, ઉત્તરી પેરુના જંગલોમાં એક મિનિબસ અકસ્માતમાં કેટલાક લોકો માર્યા ગયા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker