કાનપુર: રવિવારે સવારે બીમાર દીકરાને લઇને ડોક્ટર પાસે જઈ રહેલી મહિલાને ગેસ સિલિન્ડરથી લદાયેલા ટ્રકે કચડી નાખી. મા-દીકરાનું સ્થળ પર જ દર્દનાક મોત થઈ ગયું. 3 વર્ષનો દીકરો પાછલા પૈડાંઓ વચ્ચે ફસાઈ ગયો. અકસ્માત એટલો ભયાનક હતો કે રાહદારીઓની સાથે-સાથે પોલીસ પણ પોતાના આંસૂ રોકી ન શકી. અકસ્માતને જોઇને સ્થાનિક લોકો ઉગ્ર થઈ ગયા અને ટ્રક ડ્રાઈવરને દોડીને પકડી લીધો. પોલીસે ટ્રકમાં જેક લગાવીને બાળકનું શબ પૈડાંની વચ્ચેથી બહાર કાઢ્યું. પોલીસે બંને શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
આગળના પૈડાં નીચે આવી મા, પાછલું પૈડું માસૂમના માથે ફરી વળ્યું
– કાનપુરના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવલી રોડમાં રહેતી ગીતાદેવી રવિવારે પોતાના 3 વર્ષના દીકરા આહિદને લઇને ડોક્ટર પાસે જઈ રહી હતી.
– આહિદને ઘણા દિવસોથી તાવ આવી રહ્યો હતો અને આખી રાત તાવ રહેવાને કારણે મા તેને સવારના પહોરમાં ડોક્ટર પાસે લઇને જઈ રહી હતી. જ્યારે તે બાળકને લઈને રસ્તો પાર કરી રહી હતી, ત્યારે જ સામેથી આવી રહેલા ગેસ સિલિન્ડરથી લદાયેલા ટ્રકે મા-દીકરાને કચડી નાખ્યા. ટ્રકનું આગલું પૈડું પહેલા મા પર ચડ્યું, જ્યારે દીકરો ઉછળીને પાછલા પૈડાંની વચ્ચે ફસાઈ ગયો.
– આ દર્દનાક અકસ્માતમાં દીકરાએ સ્થળ પર જ દમ તોડી દીધો. ટ્રક ડ્રાઈવરને લોકોએ પકડી લીધો અને તેની જોરદાર ધોલાઈ કરી નાખી.
– મૃતકાના સંબંધી શ્રીરામના જણાવ્યા પ્રમાણે, શિવલી રોડ પર ઘણીવાર પોલીસની મિલીભગતથી નો એન્ટ્રીમાં ટ્રક ઘૂસી આવે છે. પોલીસ તેમની એન્ટ્રી પર રોક લગાવત તો આ અકસ્માત ન થયો હોત. આ અકસ્માત પોલીસના કારણે જ થયો છે.
– કલ્યાણપુર સીઓ રાજેશ પાંડેયના જણાવ્યા પ્રમાણે, ઇન્ડિયન ગેસ સિલિન્ડરથી ટ્રક લદાયેલી હતી, જેનાથી મા-દીકરાનું અકસ્માતમાં મોત થયું. ટ્રક ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે.