ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયને કારણે જાણીતી અભિનેત્રી મૌની રોય હાલમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે. લગ્ન કર્યા પછી, મિસિસ નામ્બિયાર બનીને મૌની રોયે આફ્ટર પાર્ટીમાં જોરદાર ડાન્સ કર્યો હતો. મૌનીનો તેની ગર્લ ગેંગ સાથેનો આ વીડિયો જોરદાર વાયરલ થયો છે.
લગ્નની ઉજવણીમાં ડૂબેલી મૌનીએ તેના લગ્નમાં ખૂબ જ મસ્તી કરી હતી. તેના લગ્નના ઘણા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. પરંતુ આ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. કાળા અને સફેદ પટ્ટાવાળા લાંબા ગાઉનમાં, નવી પરણેલી દુલ્હન ટેબલ ઉપર ચડીને ડાન્સ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
મૌની અને તેની ગર્લ ગેંગે ઈમરાન ખાનના એમ્પ્લીફાયર ગીત પર શાનદાર ડાન્સ મૂવ્સ બતાવ્યા છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ મૌની પર પ્રેમ વરસાવી રહ્યા છે. મૌનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને મૌનીના ચાહકોએ પણ આ વીડિયોને જોરદાર શેર કરવા લાગ્યા છે.
લગ્ન પછી પ્રથમ વખત મૌની રોયનો પરિણીત લુક જોવા મળ્યો છે. લગ્ન પછી પહેલીવાર મૌની સૂટ સલવારમાં નહીં પરંતુ ગ્રીન ટાઈટ ફીટેડ ચમકદાર ગાઉનમાં જોવા મળી છે. લીલા રંગના ગાઉનમાં શ્રીમતી નામ્બિયાર કોઈ જલપરી જેવી જ સુંદર દેખાઈ હતી. મૌનીના લુકને વધુ ખાસ બનાવવા માટે, મૌનીની માંગમાં સિંદૂર અને હાથ મહેંદીથી શણગારેલા હતા અને હાથમાં બંગડીઓ હતી.
મૌની અને સૂરજે ગુરુવારે સવારે મલયાલમ અને સાંજે બંગાળી રીતિ-રિવાજથી ધૂમધામથી લગ્ન કર્યાં. મૌનીએ લાલ રંગનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મૌની અને સૂરજના લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો કે, મૌની રોય ઘણી વખત ટીવી શો અને ફિલ્મોમાં દુલ્હન તરીકે જોવા મળી છે.