મ્યુકરમાઇકોસિસ એક ભયાનક બીમારી તેની સારવાર માટે 1 દર્દી પાછળ થાય છે આટલા લાખનો ખર્ચો, જાણીને તમે પણ થઇ જશો દંગ

કોરોનાથી અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે. જે હાલમાં કોરોના ના પગલે ટપોટપ દર્દીઓના મોત ની રહ્યા છે બીજી તરફ અન્ય નવા રોગો ના લક્ષણો પણ હાલમાં સુરત વાસીઓમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હવે કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં મ્યુકરમાઇકોસીસ અથવા બ્લેક ફૂગના કેસો વધી રહ્યા છે. જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે બીજી તરફ નવા રોગે દેખા દેતા જિલ્લાવાસીઓમાં વધુ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોનાથી અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત હવે કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં મ્યુકરમાઇકોસીસ અથવા બ્લેક ફૂગના કેસો વધી રહ્યા છે. જે સુરત શહેરમાં કોરોના બાદ થતા મ્યુકરમાઈકોસિસનો કહેર વધ્યો છે.

હાલ સુરત શહેરમાં કુલ 200થી વધુ સરકારી હોસ્પિટલમાં કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં અત્યારસુધીમાં 17 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત સુરતમાં 66 ઓપરેશન કરવામાં આવ્યા છે. અને 18 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. મ્યુકરમાઇકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બીમારી કરતાં પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12 થી 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. જે દરેક લોકો માટે શક્ય હોતું નથી. ત્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી તો હતી જ હવે મ્યુકરમાઇકોસિસને પણ મહામારી ઘોષિત કરવામાં આવી છે.

મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતાં ઇન્જેક્શન અને ટેબ્લેટની પાલિકા દ્વારા ખરીદી કરવામાં આવશે અને સ્મિમેરમાં સારવાર લઈ રહેલા 120 જેટલા દર્દીને એનો લાભ આપવામાં આવશે. આ માટે અંદાજે રૂપિયા 12.87 લાખના ખર્ચે 100 એમજીની 4800 કેપ્સૂલ અને 200 એમજીના 4200 ઇન્જેક્શન ખરીદવા માટે ગત રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

જો કે હાલમાં સુરતની સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં હાલ 149 દર્દી દાખલ કરવામાં આવેલ છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં લગભગ 500 જેટલા દર્દીઓ આ મ્યુકરમાઈકોસિસની સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. જો કે શહેરમાં ગઈકાલે મ્યુકોરમાઇકોસિસના 8 દર્દીઓની સર્જરી સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી હતી, ત્યારે તેની સાથે આ રોગમાં અત્યારસુધીમાં સરકારી હોસ્પિટલમાં જ કુલ 56 જેટલી સર્જરી કરવામાં આવી ચૂકી છે. જો કે આ રોગના દર્દીઓને લગાવવામાં આવતાં ઈન્જેક્શનમાં સૌથી વધારે ખર્ચ થઇ રહ્યો છે. અને જો આ પછી પણ દર્દીની સર્જરી કરવી પડે તેમ હોય તો તેની સારવારનો ખર્ચ અનેક ઘણો લાખોમાં વધી જાય છે. જેની સારવાર કરાવી ઘણી જ મુશ્કેલ છે. જેના કારણે આ બીમારીને કારણે નાગરિકો સાથે આ રોગના દર્દીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ રોગના દર્દીને મારવા પડે છે આટલા ઈન્જેક્શન

જો લોકોને કોરોના સંક્રમણ થાય તો તેમને વૈકસીનના બે ડોઝ લેવા પડે છે પરંતુ જો મ્યુકોરમાઇકોસિસનો સામાન્ય દર્દી હોય તો તેને 7 હજાર સુધીના 8 ઈન્જેક્શન મારવા પડે છે, જ્યારે ગંભીર હોય તો તેને 20 ઈન્જેક્શન મારવાની પણ ફરજ પડે છે. જોકે બીમારી કાબૂમાં ન આવે તો આ દર્દીઓને સર્જરી પણ કરવી પડી શકે છે, જેના માટે બીજા અલગથી 6 થી 7 લાખનો ખર્ચ થવાની શક્યતા રહેલી છે. જે મ્યુકરમાઈકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બીમારી કરતાં પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. જો કે આ મ્યુકરમાઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12 થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

મ્યુકરમાકોસિસ રોગ ના લક્ષણોમાં મુખ્યત્વે

  • નાકમાંથી કાળું દ્રવ્ય કે લોહી નીકળવું
  • નાક બંધ થઈ જવું
  • માથાનો દુખાવો અથવા આંખ દુખવી
  • આંખોની આસપાસ સોજો આવવો, ધૂંધળું દેખાવું, આંખો લાલ થવી, આંખોની રોશની જવી, આંખો બંધ કરવા કે ખોલવામાં પરેશાની
  • ચહેરો સુન્ન થઈ જવો, ચહેરા પર કરચલીઓ લાગવી
  • મોં ખોલવામાં પરેશાની થવી.
  • એક બાજુનો ચહેરો સોજી જવો
  • આંતરડામાં રક્તસ્ત્રાવ થવો, જેવા લક્ષણો જોવા મળે છે.
  • ઉબકા આવવા કે ઉલટી થવી
  • નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
  • પેટનો દુખાવો

મ્યુકરમાકોસિસ રોગથી બચવા શું કરવું જોઈએ

મ્યુકરમાઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે. મ્યુકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે.

એમ્સના દિશાનિર્દેશ અનુસાર મ્યુકરમાઈકોસિસના લક્ષણો પર નિયમિત દેખરેખ રાખવી જોઈએ અને જો કોઈ ભાગમાં દર્દ થાય તે ઉપરાંત દાંત પડી રહ્યાં હોય અથવા તો મોંની અંદર સોજા હોય અથવા તો કાળો ભાગ દેખાતો હોય તો ડોક્ટરની સહાય લેવી જોઈએ.

Scroll to Top