રાજ્યમાં અત્યારે કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા થોડા દિવસોથી 11 હજારથી ઉપર કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયેલો છે. જ્યારે આ દરમિયાન રાજ્યમાં કોરોના બાદ બીજી એક બીમારીએ જોર પકડ્યું છે. આ બીમારીએ સૌરાષ્ટ્રમાં જોર પકડ્યું છે. આ બીમારીનું નામ મ્યુકર માઇકોસીસ છે. જે કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં ઝડપથી પર્સરી રહી છે. જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.
સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકર માઇકોસીસનો બીમારીએ કહેર મચાવ્યો છે. જેના કારણે લોકોમાં ભય ફેલાયેલો છે. સૌરાષ્ટ્રમાં મ્યુકર માઇકોસીસ 659 દર્દી રહેલા છે. આ બીમારીના કારણે લોકોએ આંખોની રોશની ગુમાવી છે. જેમાં હળવદમાં 2 અને જામનગરમાં 1 દર્દીનો સમાવેશ થાય છે. આ સિવાય અમરેલી હાર્ડ ના ચેરમેન મ્યુકર માઇકોસીસ બાદ બ્રેઇન સ્ટ્રોકથી મોત નીપજ્યું છે.
આ સિવાય રાજકોટ સિવિલ માં 77 દર્દી, રાજકોટ જિલ્લામાં 31 દર્દી, રાજકોટમાં 400 દર્દી, મોરબીમાં 200 દર્દી, જામનગરમાં 35 દર્દી, જૂનાગઢમાં 15 દર્દી, હળવદમાં 6 દર્દી, પોરબંદરમાં 3 દર્દી રહેલા છે. જેના કારણે એ સ્પષ્ટ છે કે, આ બીમારીએ હવે કોરોના બાદ જોર પકડ્યું છે.
જયારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11,892 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 14,737 દર્દીઓ કોરોનની સારવાર દરમિયાન સાજા થયા છે. જયારે આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોના કારણે 119 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8273 પહોંચ્યો છે. જ્યારે આ દરમિયાન અમદાવાદમાં 3442 કોરોના કેસ નોંધાયા છે.