મુગલ વંશજ હબીબુંદીન તુશી એ રામ મંદિર ના નિર્માણ માં સોના ની ઈંટ આપવા નો દાવો કર્યો. જાણો શુ છે સચ્ચાઈ.

રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે અને અયોધ્યા વિવાદના સમાધાન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જ્યાં કેટલાક મુસ્લિમ પક્ષના લોકો રામ મંદિર બનાવવા પર વિરોધ કરે છે.. તે જ સમયે મુસ્લિમ પક્ષના કેટલાક લોકોએ વિવાદિત સ્થળે રામ મંદિર બનાવવાની સંમતિ આપી છે.

તાજેતરમાં જ છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફરના વંશજ હબીબુદ્દીન તુસીએ અયોધ્યા વિવાદ અંગે નિવેદન આપ્યું છે અને આ નિવેદનમાં તેઓ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સંમત થયા છે.

એટલું જ નહીં, તેઓએ એમ પણ કહ્યું છે કે જો અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવે તો તેઓ આ મંદિરના નિર્માણમાં મદદ કરશે અને સોનાની ઇંટોનું દાન કરશે.

વિવાદિત જમીન પર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો હબીબુદ્દીન તુસીએ દાવો કર્યો છે કે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિની જમીન પર તેમનો અધિકાર છે.

0અને આ જમીન તેમને આપવામાં આવે. હબીબુદ્દીન તુસી કહે છે કે તેઓ ઈચ્છે છે કે આ જમીન તેમને સોંપવામાં આવે. કારણ કે આ ભૂમિ મોગલોની છે.

અને તે મુઘલોના વંશજ છે. તુસી કહે છે કે જો સુપ્રીમ કોર્ટ આ જમીન તેમને સોંપે છે,તો એ આ જગ્યા પર રામ મંદિર નું નિર્માણ કરાવશે.

મંદિર બનાવવા માટે આપશે દાન

હબીબુદ્દીન તુસીના ના અનુસાર તે લોકોની ભાવનાઓ નો ખ્યાલ રાખશે કે જે માને છે કે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર હતું અને આ સ્થાન રામના જન્મ સાથે સંકળાયેલું છે.

હબીબુદ્દીન તુસીએ વચન આપ્યું છે કે એકવાર તેને આ જમીન મળે,તો એ આ જમીનની સંભાળ લેશે અને આ જમીન પર રામ મંદિર બનાવશે. અને સાથે મંદિર બનાવવા માટે દાન પણ કરશે.

અયોધ્યા જઈને કરી પૂજા

તુસી તાજેતરમાં જ અયોધ્યા ગયા હતા અને આ સ્થાનની મુલાકાત લીધી હતી અને તેમની પૂજા-અર્ચના કરી હતી. અયોધ્યા જઇને, તેમણે રામ મંદિર તોડવા બદલ હિન્દુ લોકોની માફી પણ માંગી હતી.

અને કહ્યું હતું કે જો આ સ્થળે રામ મંદિર બનાવવામાં આવે તો તેઓ સોનાની ઈંટનું દાન કરશે.જો કે તે જ સમયે, તુસીએ એવો દાવો પણ કર્યો હતો કે અયોધ્યાની જમીન પર કોનો અધિકાર છે.

એ સંબંધિત કોઈ દસ્તાવેજો નથી.તુસી કહે છે કે તે મુઘલ રાજ્યનો વંશજ છે,તેથી આ ભૂમિ પર તેનો અધિકાર છે.જો કોર્ટ આ જમીન તેમને સોંપે છે.

તો તેઓ અહીંના ભવ્ય રામ મંદિર માટે દાન કરશે.આપને જણાવી દઈએ કે તુસીએ અયોધ્યા વિવાદ અંગે કોર્ટમાં અરજી પણ કરી છે.પરંતુ આ અરજી સુનાવણી માટે સ્વીકારવાની બાકી છે.

નોંધપાત્ર વાત એ છે કે પહેલા અયોધ્યામાં રામ મંદિર હતું.પરંતુ મોગલ રાજાએ આ મંદિર ને તોડી ને આ જગ્યા પર 1529 માં  બાબરી મસ્જિદ નું નિર્માણ કરાવ્યું હતું.

જે બાદ 1992 માં ઘણા લોકો ને અયોધ્યામાં જઈ ને બાબરી મસ્જીદ ને તોડી નાખી હતી.જે બાદ આ સ્થળે મંદિર નિર્માણને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top