મુકેશ અંબાણીએ ખરીદી આ આલિશાન જગ્યા, કિંમત જાણી તમે પણ ચોંકી જશો

જીઓ લોન્ચ થયા પછી દિવસેને દિવસે મુકેશ અંબાણી ભારતમાં સૌથી ધનીક માણસ બની રહ્યા છે. ત્યારે વધુંમાં તેમણે બ્રિટનનો ખૂબજ જાણીતો આઈકોનિક કન્ટ્રી કલબ ખરીદી લીધો છે 300 એકરમાં બનેલો આ ક્લબ તેમણે 5.70 કરોડ પાઉન્ડ એટલેકે 592 કરોડમાં ખરીદ્યો છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ લિમિટેડ દ્વારા આ ક્લબ ખરીદવામાં આવ્યો છે.

ક્લબમાં 49 લક્ઝરી રૂમ

આ સ્ટોક પાર્ક પર અત્યારસુધી બ્રિટનના શાહિ પરિવારની માલિકીનો હક હતો અને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી તેને વેચવા ઈચ્છતા હતા આ ક્લબમાં 49 લક્ઝરી રૂમ, 21 મેંશન અને 28 પેવેલિયન આવેલા છે. જેને 5 સ્ટારે રેટિંગ આફવામાં આવ્યો છે.

ક્લબમાં હોટલ અને ગોલ્ફ કોર્સ

આ પાર્કનું નિર્માણ કેપેબિલિટી બ્રાઉન અને હમ્ફરી રેપ્ટને દ્વારા કરવામાં આવ્યું છે પાર્કનું નિર્માણ બ્રિટનના રાજા જ્યોર્જ થર્ડના આર્કિટેક્ટ જેમ્સ વોટે પ્રાઈવેટ પ્લેસ તરીકે કર્યું હતું તેમા મોટાભાગે સેલિબ્રિટી કોન્સર્ટનું આયોજન કરવામાં આવે છે અહીયા હોટલ અને ગોલ્ફ કોર્સ પણ રાખવામાં આવ્યા છે જેથી લોકો મોટી સંખ્યામાં આવીને કોઈ પણ કોન્સર્ટનું આયોજન કરી શકે છે.

પ્રાઈવેટ ગાર્ડનની સુવિધા

બંકિઘનશાયરમાં બનેલા સ્ટોક પાર્કમાં હોટલ સિવાય લક્ઝરી સ્પા અને ગોલ્ફ કોર્સ પણ આવેલા છે સાથેજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ  જણાવ્યું છે કે અહીયા સ્પોર્ટ્સ અને હોસ્પિટાલિટી સર્વીસ વધારવાની છે જેથી હોસ્પિટાલિટી સેક્ટર અહીયા મજૂતીથી આગળ વધશે સાથેજ આ પાર્કમાં 27 હોલ ગોલ્ફ કોર્સ, તેમજ 13 ટેનિક કોર્ટ અને 14 એકર પ્રાઈવેટ ગાર્ડનની સુવિધા પણ રાખવામાં આવી છે.

900 વર્ષ જૂનો પાર્ક

પાર્ક 900 વર્ષ જૂનો છે અને 1908 સુધી આ પાર્કનો પ્રાઈવેટ રેસિડેન્ટ તરીકે ઉપયોગ થતો હતો અહીયા જેમ્સ બોન્ડ સિરીઝ સહીત ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે સાથેજ આ જગ્યાને યુકે હોલિવૂડ પણ કહેવામાં આવે છે આ જગ્યાએ  જેમ્સ બોન્ડ સિરીઝની બે ફિલ્મો 1964 માં આવેલી ગોલ્ડફિંગર અને વર્ષ 1997માં આવેલી ટુમોરો નેવર ડાઈનું શૂટિંગ થયું હતું.

330 કરોડ ડોલરનું રોકાણ

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા 4 વર્ષમાં 330 કરોડ ડોલરના અધિહગ્રહણની જાહેરાત કરી છે સાથેજ લોકડાઉનમાં પણ બીજી ઘણી બધી કંપનીઓએ જિયોમાં રોકાણ કર્યું હતું જેના કારણે જિયો હવે ભારતમાં નંબર વન ટેલીકોમ કંપની બની ગઈ છે જિયોએ ગુગલ સાથે પણ ટાઈઅપ કરી લીધું છે ટૂંક સમયમાં જીયો લેપટોપ પણ બહાર પાડવાનું છે જેના પર હાલ કંપની દ્વારા કામ ચાલી રહ્યું છે.

Scroll to Top