અંબાણી પરિવારને મળી ધમકી, રિલાયન્સ હોસ્પિટલના નંબર પર આવ્યા 8 કોલ

AMBANI THEART CALL

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પરિવારને ધમકીઓ મળી છે. એન્ટિલિયા કેસ બાદ અંબાણી પરિવારને ફરી ધમકીઓ મળી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર અનેક ધમકીભર્યા કોલ આવ્યા હતા, જેમાં કોલ કરનારે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે કુલ 8 ધમકીભર્યા કોલ આવ્યા છે. આ પછી હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ આ કોલની ચકાસણી કરી રહી છે.

અગાઉ વર્ષ 2021માં મુકેશ અંબાણીના મુંબઈના ઘર એન્ટિલિયાની બહારથી એક કારમાંથી 20 જિલેટીન સ્ટિક મળી આવી હતી. આ વાહનની અંદરથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી, જેમાં તેને ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “અમને હોસ્પિટલ તરફથી ફરિયાદ મળી છે અને અમે તેની ચકાસણી કરી રહ્યા છીએ. એવું લાગે છે કે આ કોલ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરવામાં આવ્યો હતો.

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના સીઈઓ ડો. તરંગ જ્ઞાનચંદાનીએ જણાવ્યું કે, ‘અજાણ્યા વ્યક્તિએ 8 ધમકીભર્યા કોલ કર્યા હતા, જેમાં મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવી હતી. અમે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીએ પરિવાર સાથે આઝાદીની ઉજવણી કરી
આ દરમિયાન અંબાણી પરિવારે પણ આઝાદીની ઉજવણી કરી હતી. મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી અને પૌત્ર પૃથ્વી અંબાણી સાથે સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પૃથ્વી દાદા મુકેશ અંબાણીના ખોળામાં જોવા મળી રહ્યા છે. જ્યારે નીતા અંબાણી તિરંગો ફરકાવી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપના કર્મચારીઓ તેમની પાછળ દેખાય છે અને મા તુઝે સલામ ગીત વાગી રહ્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો