દેશ ના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છેલ્લા કેટલા મહિનાઓથી તેઓના ટેલિકોમ વિભાગ માં ગાબડું પડ્યું હોવાથી એકલા અંબાણી પરિવાર મજ નહીં પરંતુ આ ગાબડા નું સમગ્રદેશ માં જોવા મળી શકે છે. વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રેડિટ સુઈસ દ્વારા ઓગસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરને ન્યૂટ્રલથી નીચલા ગ્રેડમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યા. તેનાં શેરનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. ૧૩૯૫થી ઘટાડીને રૂ. ૯૯૫ કરવામાં આવ્યો.RILનાં રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસની નબળી કામગીરી અને તેનાં જંગી દેવાને કારણે ક્રેડિટ સુઈસે તેનું રેટિંગ ઘટાડયું હતું.
છેલ્લા ચાર વર્ષમાં મુકેશ અંબાણી હસ્તક રિલાયન્સ ગ્રૂપનું દેવું ૧૯ અબજ ડોલરથી વધીને અધધ. ૬૫ અબજ ડોલર થઈ ગયું છે.કંપનીએ ક્રૂડના બિઝનેસમાં જ ૧૦ અબજ ડોલરની ચુકવણી કરવાની છે.આટલા જંગી દેવાના બોજ પછી ‘પડે ત્યારે સઘળું પડે છે’ તેવી સ્થિતિ સર્જાય તો કંપની માટે આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવાનાં સાધનો અને ઉપાયો છે કે કેમ તે પણ મુંઝવનારો પ્રશ્ન છે. ક્રૂડ બિઝનેસ પ્રવાહી છે અને વિશ્વનાં પ્રવાહો પર આધારિત છે.
જિયોનો બિઝનેસ જંગી રોકાણ માગી લેનારો છે. દેશમાં મંદી ડોકાઈ રહી છે ત્યારે આ બધો ખેલ કંપનીને આર્થિક રીતે કેટલી સદ્ધર રાખશે તે પેચીદો પ્રશ્ન છે. ક્રૂડ પેમેન્ટની સાઇકલમાં જંગી વધારો.ક્રેડિટ રેટિંગ એજન્સી મુજબ, કંપનીની ક્રૂડ બિઝનેસનાં પેમેન્ટની સાઈકલ પણ સામાન્ય કરતા ઘણી વધારે છે.સામાન્ય રીતે ક્રૂડ બિઝનેસમાં પેમેન્ટની મુદત ૫૦થી ૬૦ દિવસની હોય છે પણ RIL દ્વારા ૨૦૧૯માં તેનો ગાળો ૧૨૧ દિવસનો છે.રિફાઈનિંગ માર્જિનનું પ્રેશર ૨૦૨૦-૨૧ માં ઘણું ઉંચું રહેવાની ધારણા છે. છેલ્લા ૬ વર્ષથી ફ્રી કેશ ફ્લો પણ નેગેટિવ રહ્યો છે.
શેરદીઠ કમાણીમાં ૨૦૨૧-૨૨માં ૫ ટકાનો ઘટાડો થવાની ધારણા છે. દેવા મુક્તિની જાહેરાત પછી રેટિંગ અપગ્રેડ RILનાં ચેરમેન મુકેશ અંબાણી દ્વારા AGMમાં કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૧ સુધીમાં કંપની ૨૨ અબજનું દેવું ચૂકવવાની છે. ક્રેડિટ સુઈસે આ જોઇને RILનું રેટિંગ અપગ્રેડ કર્યું છે. કંપનીનો પ્રાઈસ ટાર્ગેટ રૂ. ૧૦૨૮થી વધારીને રૂ. ૧૨૧૦ કર્યું છે. રિફાઈનિંગ માર્જિનમાં સતત થઈ રહેલા ઘટાડા સામે કંપની રૂ. ૨.૮૮ લાખ કરોડનું જંગી દેવું ચૂકવવા માટે મુકેશ અંબાણીનો પ્લાન ક્રેડિટ સુઈસે જોઇને RILનું રેટિંગ અપગ્રેડ કર્યું છે.
જિયો પરનો જુગાર મોંઘો પડી શકે છે. RIL દ્વારા ટેલિકોમ ક્ષેત્રે પ્રભુત્વ જમાવવા જિયોમાં જંગી રોકાણ કરાયું છે.જિયોની આવક પહેલા ક્વાર્ટરમાં ભલે વધીને રૂ. ૧૪૯૧૦ કરોડ થઈ હોય અને નફો ૮૦ ટકા વધીને રૂ. ૩૦૮૦ કરોડ થયો હોય પણ યૂઝરદીઠ રોકેલી મૂડી રૂ. ૭૪૪૫ છે જ્યારે તેનાં પરનું વળતર ફક્ત ૩ ટકા જ છે. જિયોની યૂઝરદીઠ આવકમાં જંગી ઘટાડો થયો છે.આમ જિયો પર રમેલો જુગાર કંપનીને વહેલો મોડો મોંઘો પડી શકે છે.
સાઉદી અરામ્કો અને BPને હિસ્સો વેચ્યો મુકેશ અંબાણીએ AGMમાં કહ્યું હતું કે, કંપની પર ચાલુ નાણાકીય વર્ષનાં અંતે કંપની પર રૂ. ૧,૫૪,૪૭૮ કરોડનું દેવું હતું . સાઉદી અરામ્કોને ૨૦ ટકા અને બ્રિટિશ કોર્પોરેશનને કેટલોક ઈક્વિટી હિસ્સો વેચ્યા પછી કંપની પાસે રૂ. ૧. ૧૦ લાખ કરોડ આવશે. કંપની હવે દેવું ઘટાડવા સંઘર્ષ કરી રહી છે. તેનું દેવું માર્ચ ૨૦૧૯નાં અંતે રૂ. ૨.૮૮ લાખ કરોડ હતું જેમાં રૂ. ૧.૩૩ કરોડ હાથ પર રોકડ હતી જ્યારે નેટ દેવું રૂ. ૧.૫૫ લાખ કરોડ હતું. કંપની એક કલાકનું વ્યાજ ૫.૨૫ કરોડ ચૂકવે છે.એવું મનાય છે કે, ગ્રૂપ કંપની પર જુદા જુદા ક્ષેત્રોમાં ૪,૬૦,૦૦૦ કરોડનું દેવું છે. હવે માની લઇએ કે, આ દેવા પર કંપની ૧૦ ટકા વ્યાજ તો ચૂકવતી જ હશે.
જે વર્ષે રૂ.૪૬,૦૦૦ કરોડ અને રોજનાં રૂ. ૧૨૬ કરોડ થવા જાય છે. આમ દર એક કલાકે કંપની વ્યાજ પેટે રૂ. ૫.૨૫ કરોડ ચૂકવે છે.એક સમયે આખા અમેરિકાનું દેવું ૩૫ અબજ ડોલર હતું ત્યારે તત્કાલીન યુએસ પ્રમુખ હર્બર્ટ હૂવરે વ્યંગમાં કહ્યું હતું કે, દેશનાં યુવાનોને હવે રાષ્ટ્રીય દેવું પણ વારસામાં મળશે.તેમની આ ઉક્તિ આજનાં સંદર્ભમાં ખતરનાક પુરવાર થઈ શકે છે.
અંબાણીનો પ્લાન આ રીતે દેવું ઘટાડશે.રિલાયન્સે બે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની રચના કરી છે અને તેમાં રૂ. ૧.૦૭ લાખ કરોડમાં રોકાણ કરી રાખ્યું છે.બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ રૂ. ૨૫,૨૧૫ કરોડનું રોકાણ કરશે ઓઇલ પેટ્રોમાં ૧.૧ લાખ કરોડના ખર્ચે ૨૦% હિસ્સા માટે રિલાયન્સ સાઉદી અરામ્કો વચ્ચે વાટાઘાટો બ્રિટિશ કંપની બીપીને ફ્યૂઅલ રિટેઇલિંગમાં ૪૯ ટકા હિસ્સો વેચી દેવા રિલાયન્સની સંમતિ જિયો અને રિલાયન્સ રિટેલમાં તેનો હિસ્સો વેચવાની રિલાયન્સની વિચારણાઅમેરિકામાં પોતાના રિયલ એસ્ટેટ માટે ખરીદારો શોધવાની રિલાયન્સની વિચારણાબેન્ક ડિપોઝિટ, મ્યુ. ફંડ, CDS, સરકારી બોન્ડ બીજી માર્કેટ સિક્યુરિટીમાં રિલાયન્સની ૧.૩૨ લાખ કરોડની રોકડ અનામત છે.
રિલાયન્સ પાસે રૂ. ૩.૮૧ લાખ કરોડની અનામત અને વધારાની રકમ છે.રિલાયન્સ બાકીના રૂ. ૬૪,૦૦૦ કરોડના દેવાની ચુકવણી તેના રૂ. ૩૯,૦૦૦ કરોડના ર્વાિષક ચોખ્ખા નફામાંથી સરળતાથી ચૂકવી શકે તેમ છે.ભારતનું જંગી વિદેશી દેવું ઈકોનોમી માટે ખતરો સર્જશે.ભારતનું વિદેશી હૂંડિયામણ ૪૨૯ અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. દેશનું જંગી વિદેશી દેવું ઈકોનોમી માટે ખતરો સર્જી શકે છે. ભારતનું વિદેશી દેવું આ વર્ષે જૂનનાં અંતે ૫૫૭.૪ અબજ ડોલર થયું હતું જે માર્ચ ૨૦૧૭નાં અંતે ૪૭૧.૯ અબજ ડોલર હતું. આમ બે -સવા બે વર્ષનાં ગાળામાં તેમાં ૨૦ ટકાનો જંગી વધારો થયો હતો. ઈકોનોમી માટે આ સ્થિતિ ખતરાની ઘંટડી વગાડે છે.
RILનું દેવું ઘટાડવા પર ફોકસ કંપની પર ૬૫ અબજ ડોલરનાં તોતિંગ દેવાનાં બોજ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રોકાણકારોની ચિંતા જોઇને દેવું ઘટાડવા પર ફોકસ કરવા લાગી છે. RILનું દેવું છેલ્લા સરવૈયા મુજબ રૂ. ૨.૮૮ લાખ કરોડ હતું. અહીં કડવું સત્ય એ છે કે, દેશની ઇકોનોમીમાં અંબાણી અને અદાણીની કંપનીનાં દેવાનો જંગી ફાળો પણ મહત્ત્વનો છે. રિલાયન્સ જિયોને કારણે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીનાં દેવામાં જંગી ઉછાળો આવ્યો છે. ૨૦૦૧માં કંપનીનું નેટ દેવું ૧૦,૦૦૦ કરોડ હતું તે ૨૦૧૪માં વધીને ૫૦,૦૦૦ કરોડ થયું હતું. હવે તે વધીને ૨.૮૮ લાખ કરોડ થયું છે.
અંબાણીની યુવા પેઢી કે વારસાદારો પર દેવાનો જંગી બોજ નહીં હોય તેવો દાવો કરાય છે.આ સાથે જ ક્રૂડ બિઝનેસની ડામાડોળ સ્થિતિ અને જિયોનાં જંગી ખર્ચનો બોજ કંપની કેવી રીતે ઉપાડી શકશે તેવો પ્રશ્ન પણ પુછાઈ રહ્યો છે. ૩૧ માર્ચ ૨૦૧૨ સુધીમાં કંપની ઝીરો ડેટ કંપની બનશે તેવો દાવો કરે છે બીજી બાજુ આગામી પાંચ વર્ષમાં દેશમાં અબજો રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. આમ બંને પલ્લાંને કંપની કેવી રીતે સરખા કરશે તે જ અગત્યની વસ્તુ રહેવાની છે.કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં ૫.૪ ટ્રિલિયનનું રોકાણ કર્યું છે પણ સામે કંપનીની આવકમાં તેટલો વધારો જોવા મળતો નથી.
સાઉદી અરામ્કો અને BPનાં પૈસા આવવાથી દેવાનો બોજ એકદમ ઓછો થઈ જવાનો નથી. કંપની જે રીતે અરામ્કો અને BPને ઇક્વિટી હિસ્સો વેચી રહી છે તે સંકેત આપે છે કે, કંપની ક્રૂડનાં બિઝનેસમાંથી ધીમેધીમે નીકળી જવા માગે છે.તેણે દેશમાં રિટેલ બિઝનેસ અને ડિજિટલ બિઝનેસમાં તેનું ફોકસ વધાર્યું છે. કંપની અત્યાર સુધી હાઇ ડેટ હાઇ કેશનો વ્યૂહ અપનાવતી આવી છે પણ હાલનાં સંજોગોમાં તે કેટલા કારગત નીવડશે તે પેચીદો પ્રશ્ન છે.
જંગી દેવાની અસર શેરના ભાવ પર જંગી દેવાને કારણે ૧ મેથી ૯ ઓગસ્ટ વચ્ચે RILનાં શેરના ભાવમાં ૧૬.૬ ટકાનો ઘટાડો થયો હતો અને તે ઘટીને રૂ. ૧,૧૬૨.૧૦ થયો હતો. કંપનીનાં દેવામાં વધારો થવા માટે જિયોમાં મોટાપાયે રોકાણ પર ટોપલો ઢોળવામાં આવે છે. કંપનીએ ૨૦૧૯માં રૂ. ૧.૧ ટ્રિલિયનનું દેવું બે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ટ્રાન્સફર કર્યું હતું. આ પછી પણ તેની દેવાની ચોખ્ખી જવાબદારી રૂ. ૩.૬૩ ટ્રિલિયન છે.આમાં જિયોનું નેટ દેવું રૂ. ૨.૧ ટ્રિલિયન છે.જિયોનો મૂડી ખર્ચ ૨૦૧૯નાં નાણાકીય વર્ષમાં રૂ. ૬૭,૦૦૦ કરોડ હતો.જ્યારે તેની આવક તેટલી નથી.જેનાથી એકલાં મુકેશભાઈ ના ઘરમાંજ નહીં પરંતુ આ ની અસર સમગ્ર દેશ માં જોવા મળી શકે છે.