મુકેશ અંબાણી ફરીથી એશિયાના સૌથી અમીર વ્યકિત બન્યા, ફોર્બ્સે જાહેર કરી ધનિક વ્યક્તિઓની યાદી

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

દુનિયામાં સૌથી વધુ અરબપતિઓની સંખ્યાની બાબતમાં ભારત દુનિયામાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. એટલું જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયા ના સૌથી ધનિક વ્યક્તિનો તાજ ચીન ના જૈક માંથી છીનવી લીધો છે. જૈક બેજોસ સતત ચોથા વર્ષે દુનિયાના સૌથી અમીર બન્યા છે.

ફોર્બ્સ મેગેઝીનની નવી યાદીમાં આ જાણકારીઓ સામે આવી છે. હવે દુનિયામાં ભારથી વધુ અરબપતિ માત્ર અમેરિકા અને ચીન માં છે. ભારતમાં અરબપતિઓની સંખ્યા વધીને 140 સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા અલી બાબાના ફાઉન્ડર જૈક મા એશિયા ના સૌથી ધનિક વ્યક્તિ હતા.

અંબાણી બન્યા બીજા આ અમીર: ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મુકેશ અંબાણી દુનિયા ના 10 માં નંબરના અમીર છે. તેમનું કુલ નેટવર્થ 84.5 અરબ ડોલર છે. અદાણી ગ્રુપ ના ગૌતમ અંદાણી ભારતના બીજા સૌથી ધનિક અને દુનિયા ના 24 માં નંબરના અરબપતિ બની ગયા છે. તેમનું નેટવર્થ લગભગ 50.5 અરબ ડોલર છે.

બેજોસ હજુ પણ દુનિયા ના સૌથી અમીર: ફોર્બ્સના 35 માં વર્ષના અરબપતિઓની યાદીના મુજબ એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ હજુ પણ દુનિયાના સૌથી અમીર છે. તે સતત ચોથા વર્ષે સર્વોચ્ય સ્થાન પર રહેલા છે. બેજોસનું કુલ નેટવર્થ 177 અરબ ડોલર છે.

તેમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં 64 અરબ ડોલર વધી ગઈ છે. SpaceX ના ફાઉન્ડર અને ઇલેક્ટ્રિક કારો માટે પ્રખ્યાત એલન મસ્ક બીજા સ્થાન પર છે. તેમનું નેટવર્થ વધીને 151 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે. એક વર્ષ પહેલાની સરખામણી તેમાં 126.4 અરબ ડોલરની જબરદસ્ત લીડ થઈ છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here