Business

મુકેશ અંબાણી દેશ 20 દિવસ માટે ઉઠાવી શકે છે દેશનો ખર્ચ, જાણો બીજા દેશોના ઉદ્યોગપતિઓના શું છે હાલ..

જો કોઈ પણ દેશના સૌથી અમીર વ્યક્તિના પૈસા પર દેશ ચલાવવો હોય તો આ મામલે અમેરિકા અને ચીન જેવા દેશો કરતા ઘણું આગળ છે ભારત. વર્ષ 2018 ના રોબિન હૂડ ઇન્ડેક્સથી આ વાત બહાર આવી છે કે જો દેશ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પૈસાથી દેશના આખા ખર્ચને ચલાવવામાં આવે તો 20 દિવસ સુધી એકલા મુકેશ અંબાણી ખર્ચ ઉઠાવી શકે છે. તો બીજી તરફ, ચીનમાં સૌથી અમીર વ્યક્તિ પાસે 4 દિવસ છે,અને અમેરિકાના સૌથી અમીર વ્યક્તિ પાસે દેશ ચલાવવા માટે ફક્ત 5 દિવસનો પૈસા છે.

મુકેશ અંબાણી 20 દિવસ સુધી આખા દેશનો ખર્ચ ઉઠાવી શકે છે.

વર્ષ 2018 રોબિન હુડ ઇન્ડેક્સમાં, 49 દેશોના અમીર વ્યક્તિઓ અને તેમના પૈસા થી દેશ ચલાવવા માટે હિસાબ કરવામાં આવ્યો હતો. દરેક દેશના અમીર વ્યક્તિની સંપત્તિને તે દેશના એક દિવસના ખર્ચથી ભાગ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2017 ના અંતમાં, ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ 40.3 અબજ ડોલર હતી, જ્યારે ભારતનો એક દિવસીય ખર્ચ 1.98 અબજ ડોલર છે, જેના હિસાબથી મુકેશ અંબાણીની સંપત્તિથી 20 દિવસનો ખર્ચ ઉઠાવી શકાય છે.

તો વિશ્વની સૌથી મોટી ઇ-કમર્સ કંપની એમેઝોનના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ, અમેરિકાના જેફ બેઝોસ પાસે ડિસેમ્બરના અતમાં 99 બિલિયન હતું, જે મુકેશ અંબાણીની સંપત્તિથી લગભગ અઢી ગણા વધારે છે, પણ અમેરિકાનો ખર્ચ એટલો વધારે છે કે જેફ બેઝોસની મિલકત પર ફક્ત 4 દિવસ ચાલાવી શકાય છે.

આ જ રીતે, વિશ્વની 16 મી સૌથી મોટી રઈસ અને ઇ-કમર્સ કંપની અલીબાબાના માલિક, ચીનના જેક માની સંપત્તિ 47.8 અબજ ડોલરની છે, જે મુકેશ અંબાણીની સંપત્તિ કરતા વધારે છે, પણ ચીનનો એક દિવસનો ખર્ચ ભારત કરતા વધારે છે. તો તેવામાં ચીન જેક માની સંપત્તિ પર ફક્ત 5 દિવસ ચાલી શકે છે.

એક વર્ષ કરતા વધુ સમય માટે આ લોકો ઉઠાવી શકે છે દેશનો ખર્ચ…

પણ એવા ઘણા દેશો છે જેનો એક દિવસનો ખર્ચ ખુબ ઓછો છે અને તેમના સૌથી અમીર વ્યક્તિ પાસે વધુ પૈસા છે, યુરોપિયન દેશ સાયપ્રસના સૌથી અમીર વ્યક્તિ, જ્હોન ફ્રિરીકસેનની સંપત્તિ 10.4 અરબ ડોલર છે પણ ઓછી જન્સખ્યાને લીધે સાયપ્રસની એક જ દિવસનો ખર્ચ પણ 2.36 કરોડ ડોલર હોય છે, આ મુજબ તેઓ 441 દિવસો સુધી તેમના દેશમાં ખર્ચ કરી શકે છે.

આ બાજુ, જોર્જિયાના સૌથી અમીર વ્યક્તિ બિદજિના, તેના દેશનો ખર્ચ 430 દિવસ, હોંગકોંગના લી કા-સિંગ191 દિવસ, મલેશિયાના રોબર્ટ કુઓક 95 દિવસ અને સિંગાપોરના વેઇ ચો યાવ 52 દિવસ સુધી ચલાવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker