આ વખતે રાજ્યમાં વરસાદ ખુબજ થયો છે. સારા એવા વરસાદ ના કારણે લોકો ખુશ પણ હતા પરંતુ આગળ જતા વરસાદ ના વિરાટ સ્વરૂપે લોકો ને હેરાન પણ કર્યા હતા. તેવા માં વધારે સવાલ સરકાર પાર રોડના ખાડા ને લઈને ઉઠ્યા હતા ત્યારે લોકો માં પણ ખુબજ રોષ આજ વાતનો હતો.
આજે તે પ્રશ્નો લોકો ભૂલી ગયા હશે પરંતુ હાલ માંજ રૂપાણીએ એક નિવેદન આપ્યું જે ચોંકાવનારી હતું. રાજ્યમાં વરસાદના કારણે ઠેરઠેર રસ્તાઓની હાલત ખાડા ટેકરાવાળી હોઇ મુખ્યમંત્રી કેબિનેટ બેઠકમાં ભારે ગુસ્સામાં હતા.
એમણે માર્ગ-મકાન વિભાગને કહ્યું કે, તમે કહો છો કે, પાંચ હજાર કિલોમીટરથી વધુ લંબાઇના કામો થઇ ચૂક્યાં છે, તો આ કયાં કામો થયા છે, ક્યાં પેચિંગ થયું છે, રસ્તાઓ ઉપર તો તમારું કોઇ કામ દેખાતું નથી, જનતાને રસ્તા સારા બની ગયાં છે.
ગુજરાતમાં અત્યંત ખરાબ અને ભયજનક બનેલા રસ્તાઓના મામલે આખરે શાસનતંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું છે. બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઇ હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માર્ગ-મકાન વિભાગની સખત શબ્દોમાં રીતસર ઝાટકણી કાઢી હતી અને બે ત્રણ વાર ચીડ સાથે જણાવ્યું હતું કે, આમાં સરકારની આબરૂના ધજાગરા થાય છે, આવતા 10 દિવસમાં રાજ્યના મુખ્ય રસ્તાઓ રિપેર થઇ જ જવા જોઇએ, એમ સૂત્રોએ ટાંક્યું હતું. એવી ખબર પડે એ રીતે કામ કરો, વધુ ટ્રાફિકવાળા રસ્તાઓનું કામ પહેલાં હાથ ઉપર લો.
બનાસકાંઠા, ગીર સોમનાથ, રાજકોટ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ એમ ઠેર ઠેરથી બિસમાર બનેલા રસ્તાઓ અંગે ફરિયાદો મળી રહી છે. ખરાબ રસ્તાઓ અંગે છાપાઓમાં રોજેરોજ સમાચારો આવી રહ્યાં છે, સોશિયલ મીડિયામાં લોકોનો રોષ દેખાઇ રહ્યો છે. ગુજરાત તો તેના સારા રસ્તાઓ માટે દેશભરમાં નામના ધરાવતું રાજ્ય છે, ત્યારે ટૂરિસ્ટોમાં આપણી અત્યારે કેવી છાપ પડી રહી છે, આબરૂના ધજાગરા થઇ રહ્યાં છે.
જે પ્રમાણે માહિતી મળી છે તે મુજબ મુખ્યમંત્રીએ ‘આબરૂના ધજાગરા’ શબ્દ પ્રયોગ બે-ત્રણ વાર કર્યો હતો. સૂત્રો કહે છે કે, માર્ગ-મકાન વિભાગ તરફથી એવું કહેવાનો પ્રયાસ થયો હતો કે, જે મુખ્ય માર્ગો વરસાદના કારણે ધોવાઇ ગયા છે તે નેશનલ હાઇવેનાં છે.
આ સંદર્ભે મુખ્યમંત્રી ફરી તાડૂક્યાં હતા કે, જનતાને ઓછી ખબર છે કે ખરાબ રસ્તો નેશનલ હાઇવેમાં કે સ્ટેટ હાઇવેમાં કે પંચાયતમાં આવે છે, એટલે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે કો-ઓર્ડિનેશન કરો, મેં ખરાબ નેશનલ હાઇવે અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાથે વાત કરી છે અને એમણે મને ઝડપથી રસ્તાઓની મરમ્મત કરવાનું આશ્વાસન આપ્યું છે.
મુખ્યમંત્રીએ અંતે એવું જણાવ્યું હતું કે, કામમાં ઝડપ કરો, મારે 10 દિવસમાં મુખ્ય માર્ગો રિપેર થયેલાં જોઇએ. મુખ્યમંત્રીનો રોષ કેબિનેટ બાદ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આપણે રસ્તા ની વાત કરીએ તો તે ખુબજ શરમજનક છે.
જો તમે અમદાવાદથી રાજકોટ કે રાજકોટથી અમદાવાદ અથવા અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જવાનું વિચારી રહ્યા છો તો આ હાઈવે પરથી પસાર થતાં પહેલા તમારો વીમો ઉતારાવી લેજો. અને જો કોઈ ઈમરજન્સી કામ ન હોય તો આ રસ્તા પરથી પસાર થવાનું ટાળજો. ના, આ રસ્તા પર ન તો ટ્રાફિક જામ થયો છે ન તો પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે.
પણ વાત કંઈક એવી છે કે વરસાદ બાદ આ રસ્તાઓ પર છે ખાડાનું રાજ. રસ્તામાં ખાડા નથી પણ ખાડામાં છે રસ્તા.અમારી વાત જો તમે નહીં માનો અને આ રસ્તા પર વાહન લઈને જશો તો તમારી કમરના મણકા તૂટવાનું નક્કી છે.
સરકારની આંખ ઉઘાડવા અમે આજે તમને લઈ જઈશું અમદાવાદની આસપાસના એવા હાઈવે પર, કે જ્યાં રસ્તાની હાલત છે દયનીય, અને અત્યંત કફોડી હાલત છે અહિંયાથી વાહન લઈ પસાર થતાં લોકોની. અમારા આ મહાઅભિયાનનો ઉદ્દેશ્ય છે આ રસ્તાઓની હાલત સરકારને દેખાડવાની. અમે ઈચ્છીએ છીએ કે ટેક્સ ભરતા, ટોલટેક્સ ભરતા નાગરિકોને સારા રસ્તા મળવા જોઈએ.
જો તમે પણ અમારી આ વાત સાથે સહમત છો તો જોતા રહો અમારું ખાસ અભિયાન રસ્તા ખાડામાં. વરસાદ બાદ રાજ્યના તમામ હાઈવેની હાલત બહુ જ ખરાબ છે. અથવા એમ કહીયે કે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે.
રાજીના તમામ હાઈવે પર અનેક નાના મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને ત્યથી પસાર થતાં વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે આ ખાડાના કારણે રોડ અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે.
રાત્રે તો આ ખાડા બને છે વાહનચાલકો માટે જીવતું મોત બનીસમે આવી રહ્યું જો તમે બાવળા બગોદરા રોડ અમદાવાદથી પસાર થતાં હાઈવેની હાલત કેવી છે તે હકીકત અમે તમારી સમક્ષ રજૂ કરીશું.
સૌપ્રથમ આપણે જોઇયે બાવળા-બગોદરા હાઈવે પર. રાજકોટથી અમદાવાદ કે અમદાવાદથી રાજકોટ જનારા દરેક વાહનને અહિંયાથી પસાર થવું પડે છે. હજુ થોડા મહિના પહેલા જ આ રસ્તા એવા હતા જાણે આરસનો પથ્થર.
એકદમ લિસ્સા અને સપાટ પણ થોડો વરસાદ શું પડ્યો આ રોડની હાલત કંઈક આવી થઈ ગઈ, ખાડા. ખાબોચીયા. જ્યાં જુઓ ત્યાં રોડની આવી દુર્દશા છે, જો ધ્યાન ન રાખવામાં આવે તો આ રસ્તે વાહનનો અકસ્માત થવો નક્કી છે.
સૌથી ખરાબ હાલત છે ટુ વ્હીલર ચાલકોની, આ ખાડામાં થોડું બેલેન્સ ગયું તો વાહન પણ ધડામ દઈને પડ્યું, ન જાણે કેટલાય લોકો આ રસ્તા પરથી પડી ચૂક્યા છે. ઘણાંના હાડકા ભાંગ્યા છે, ઘણાંના મણકા, તો ઘણાંના માથા ફૂટ્યા છે.
પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.જાણે કોઈને રસ જ નથી, આ રસ્તા સારા કરાવવામાં. કહે છે ચોમાસા પછી રસ્તાનું સમારકામ કરીશું, તો શું ચોમાસું પતે ત્યાં સુધી વાહનચાલકો અહિંયાથી પસાર થવાની રાહ જુએ.ચાંગોદાર થી બાવળા રોડ, બાવળા-બગોદરા હાઈવે બાદ હવે આપણે જઈશું. ચાંગોદર-બાવળા હાઈવે પર રસ્તા ભલે બદલાયા પણ હાલત એવી જ છે. આ રસ્તો તમને ડિસ્કો કરવા મજબૂર કરશે.
આખું વર્ષ આ રસ્તા પર વાહનોની ભારે ભીડ રહે છે. ભલે તમારી પાસે સ્પોર્ટ્સ કાર હોય, ભલે તમે પૂરપાટ ઝડપે વાહન હંકારવાના શોખીન હોવ, પણ જેવા તમે ચાંગોદર-બાવળા હાઈવે પર પહોંચો છો, તેવી જ તમારા વાહનની સ્પીડ ઓટોમેટિક ઘટી જ જશે. ઘટી જ જાય આવા રસ્તા પર ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનું જોખમ કોણ ખેડે.
ધોળકા રોડ અમે ભલે અમદાવાદની આસપાસના હાઈવેની હાલત તમને દેખાડી રહ્યા હોઈએ.પણ રાજ્યના તમામ રસ્તાની હાલત આવી જ છે. આ વાત સાથે તમે પણ સહમત થશો, તો ચાલો થોડા આગળ જઈએ તો હવે આપણે છીએ ધોળકાથી અમદાવાદ તરફ જતાં રસ્તાની ખબર લેવા.
રસ્તો ભલે બદલાયો..પણ હાલત એવીને એવી જ છે.ખાડા એવા કે ન પૂછો વાત.ઢોલકથી અપ ડાઉન કરતાં લોકો 20 થી વધુની સ્પીડે વાહન હંકારી નથી શકતા. કારણ રોડ વચ્ચેના ખાડા.સનાથલ થી ચાંગોદર રોડ, અને હવે આપણે જે રોડની વાત કરવા જય રહ્યા છીયે તે છે, સનાથલથી ચાંગોદર વચ્ચેનો હાઈવે. આ રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક હોય છે.
અમદાવાદના એસપી રિંગરોડથી રાજકોટના રસ્તા તરફ વળતા હોવાથી અહિંયા વાહનોનો શંભુમેળો હરહમેંશ જોવા મળે છે. થોડા વરસાદ પછી રસ્તાની કંઈક આવી હાલત થઈ કે રોડ ક્યાં અને ખાડો કયા તે સમજવું જ ભારે થઈ પડે છે. આમ પણ આ રસ્તે અકસ્માતો થવા સ્વાભાવિક છે, પણ જ્યારથી રસ્તા પર ખાડા પડ્યા છે, ત્યારથી કોઈ દિવસ એવો નહીં હોય જ્યારે અકસ્માત ન થયો હોય.
અહિંના રોડની હાલત જોઈ માત્ર એટલું જ કહેવાનું મન થાય કે વાહનચાલકોને ભગવાન જ બચાવે. ટુ વ્હીલર લઈને આ રોડ પરથી હેમખેમ પસાર કરવા મુશ્કેલી ભર્યું છે તો, સારા સારા વાહનચાલકો આ રોડ પર ગોથા ખાઈ જાય છે. ખાડાથી ટાયર ફાટવાના બનાવો પણ અંહી સામાન્ય ઘટના બની છે.
બગોદરા રોડ, ઔદ્યોગિક વિસ્તાર ગણાતા બગોદરાના રસ્તાની સ્થિતિ પણ બહુ વખાણવા લાયક નથી જ અહિંયા આખો દિવસ ટ્રકનો જમાવડો લાગેગો જ દેખાઈ આવે છે. આમ પણ આ રસ્તો બિસ્માર હતો. પણ જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી આ રસ્તાનો ખો નીકળી ગયો છે. અહિંયા વાહન ડિસ્કો કરે છે અને વાહનચાલકો હેરાન થાય છે. મોટી ઉંમરના લોકોને તો ભગવાનના દર્શન થઈ જાય છે.
અમદાવાદથી સાણંદ હાઇવે. અમદાવાદ-રાજકોટ હાઈવે બાદ હવે આપણે વાત કરીએ, અમદાવાદ સાણંદ રોડની. થોડા વર્ષોથી સાણંદ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતું શહેર બન્યું છે. જેથી આ રસ્તા પર પણ ભારે વાહનોની મોટી માત્રમાં અવરજવર રહે છે.
જો કે ખરાબ રસ્તાની બાબતમાં આ રોડ પણ અન્ય રોડથી હરીફાઈમાં પાછળ નથી. ખાડા તો અહિંના રોડની ખાસિયત બની ગયા છે. લોકો પણ હવે ટેવાઈ ગયા છે વા રસ્તાથી એક પગ બ્રેક પર રાખ્યા વિના આ રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ કામ છે.
કાચા પોચા ડ્રાઈવર તો આ રોડ પર આવતા જ નથી. આ ખાડાવાળા રોડ ખરા અર્થમાં વાહનો માટે છે અગ્નિપથ સમાન બની ઊભરી રહ્યા છે. આ રસ્તા પર ટ્રકની અવરજવર 24 કલાક રહેતી હોય છે. વરસાદ પછી રોડ પર મોટી સંખ્યામાં ખાડા પડવાથી ધૂળ ઉડતા પ્રદૂષણ ફેલાય છે.
તેના કારણે નાના વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. અમદાવાદ મહેસાણા રોડ, હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતને જોડતા અમદાવાદ મહેસાણા હાઈવેની.
તો ઉત્તર ગુજરાતમાં પણ રોડ અને રસ્તાની હાલત બહુ વખાણવા લાયક નથી. અમદાવાદથી મહેસાણાના આ જ રસ્તે કડી અને કલોલ જેવા બે મોટા શહેર પણ આવે છે. આ આખો રસ્તો જ ખાડામાં બદલાઇ ગયો છે.