મુલાયમ સિંહ યાદવે મેદાંતા હોસ્પિટલમાં 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સપાના આશ્રયદાતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. મુલાયમ સિંહ યાદવને યુરિનરી ઈન્ફેક્શન, બ્લડ પ્રેશરની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સતત નાજુક હતી.

મુલાયમ સિંહ યાદવના દાખલ થયા બાદ હોસ્પિટલમાં નેતાઓને મળવાની પ્રક્રિયા સતત ચાલી રહી હતી. રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા રવિવારે નેતાજીની હાલત જાણવા મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં જ આ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને ઉત્તર પ્રદેશ શ્રમ કલ્યાણ પરિષદના અધ્યક્ષ અને રાજ્ય મંત્રી પંડિત સુનીલ ભરલા પણ હોસ્પિટલ પહોંચ્યા અને અખિલેશ યાદવને મળ્યા.

આજે સવારે 8થી 8.30 કલાકની વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. 1 ઓક્ટોબરે તેમને આઈસીયૂમાં શિફ્ટ કરાયા હતા.
સમાજવાદી પાર્ટીનાં કર્તાહર્તા તેઓનો જન્મ 22 નવેમ્બરનાં 1939 દિવસે સૈફઇમાં થયો હતો. સૌપ્રથમ 1989 માં મુખ્યમંત્રી બન્યા હતા. દીકરો અખિલેશ યાદવ પણ UPના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સપા વડા અખિલેશ યાદવ સાથે વાત કરી અને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. પીએમ મોદીએ અખિલેશ યાદવને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તમામ શક્ય મદદ અને સહાય પૂરી પાડવા માટે ત્યાં હાજર છે. ત્યાં જ રાજનાથ સિંહ પણ મુલાયમ સિંહ યાદવની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

Scroll to Top