અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં રાજ કુંદ્રા હાલ જેલમાં બંધ છે જ્યારે તેમને પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જયારે રાજ કુંદ્રા અને તેની કંપનીના આઈટી હેડ રાયર થોરપની અરજી પર સોમવારના સુનાવણી કરવામાં આવી હતી જેમાં ઘણી રસપ્રદ માહિતી સામે આવી હતી. પોલીસ દ્વારા કોર્ટમાં જણાવ્યું હતું કે, રાજ કુંદ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી અને તે સતત પુરાવાનો નાશ પણ કરી રહ્યા હતા જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારી વકીલ અરુણા પાઈ દ્વારા સોમવારના સુનાવણી દરમિયાન જસ્ટિસ એ.એસ. ગડકરીની સિંગલ બેન્ચને તેમને કહ્યું હતું કે, “રાજ કુંદ્રા અને રાયનની ધરપકડ કરવામાં આવી કેમકે 19 જુલાઈ ના રોજ જ્યારે પોલીસની ટીમ દ્વારા તેમની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે તે ડેટા ડિલીટ કરવા લાગ્યા હતા. તેઓ વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી રહ્યા હતા. અમને એ જાણ નથી કે તેણે કેટલો ડેટા ડિલીટ કરેલ છે. પોલીસ હજી પણ ડેટા પાછો મેળવવાના પ્રયત્નમાં કામ કરી રહી છે.”
જ્યારે આરોપી પુરાવા નષ્ટ કરી રહ્યો ત્યારે શું તપાસ એજન્સી ચૂપચાપ બેસીને જોતી રહે? એમાં પણ પોર્ન રેકેટના કેંદ્રસ્થાને રહેલી હોટશોટ એપનો એડમિન રાજ કુંદ્રા હોય. તેની સાથે રાજ કુંદ્રાની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને તેનું લેપટોપ મળી આવ્યું હતું અને તેમાંથી 68 પોર્ન વિડીયો રિકવર કરી લેવામાં આવ્યા છે. તેમ છતાં સ્ટોરેજ એરિયા નેટવર્કમાંથી અગાઉ 51 અશ્લીલ વિડીયો મળી આવ્યા છે અને હવે તેમાં બીજા 68 નો ઉમેરો થયો છે”, તેમ સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ કુંદ્રાના લેપટોપમાંથી પોલીસની ટીમને સેક્સ્યુઅલ કન્ટેન્ટ સાથે ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ મળી આવી છે. તેની સાથે જ હોટશોટ્સ એપ અને બોલિફેમ એપની માર્કેટિંગ સ્ટ્રેટજી અને ફાઈનાન્શિયલ પ્રોજેક્શનની વિગતો દર્શાવતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મળી આવ્યું હતું. જ્યારે બીજી તરફ રાજ કુંદ્રાનો બચાવ કરતાં તેમના વકીલ આબાદ પોંડા દ્વારા આરોપ નકારી કાઢવામાં આવ્યા હતા. તેમણે દલીલ પણ કરી હતી કે, રાજનો ફોન, લેપટોપ સહિતના ડિવાઈસ પોલીસની ટીમ દ્વારા તપાસ દરમિયાન જપ્ત કરી લેવામાં આવ્યા હતા. રાયનના વકીલ અભિનવ ચંદ્રચુડે દલીલ કરતા જણાવ્યું હતું કે, તેને કલમ 41A હેઠળ નોટિસ આપવામાં આવી હતી પરંતુ તે જવાબ આપે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
બંને પક્ષની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન ગયા વર્ષે પોલીસની ટીમે રાજ કુંદ્રા સામે નોંધેલા આવા જ એક અન્ય કેસમાં આગોતરા જામીન માટે અરજી રાજ કુન્દ્રા દ્વારા કરવામાં આવી હતી અને તેના પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. 7 ઓગસ્ટના આ મામલે ચુકાદો કરવામાં આવશે.