ન્યૂઝ માંથી મળતી માહિતી મુજબ ”સપનો કી નગરી મુંબઈ” મુંબઇના વાશી રેલવે સ્ટેશન પર બુધવારે સવારે એક લોકલ ટ્રેનમાં આગ લાગી હતી. આ ટ્રેન સીએસટીથી પનવેલ માટે જઇ રહી હતી. ત્યારે તેમાં આ આગ લાગી હતી.
આગ લાગ્યા બાદ તરત જ સ્ટેશન પર સૌથી પહેલાં વીજળી સપ્લાય બંધ કરી દીધી. હાલ આગ પર કાબૂ મેળવી લીધો છે. જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.સેન્ટ્રલ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે ડાઉન લોકલમાં વાશી સ્ટેશન પર આગ લાગતા હાર્બર લાઇન ટ્રેનને અસર થઇ છે. આગ લાગ્યાની માહિતી મળતા જ અહીં સ્ટેશન પર દોડધામ મચી ગઇ હતી.
જો કે સેન્ટ્ર રેલવેનું કહેવું છે કે નજીવી આગ લાગી છે અને ટૂંક સમયમાં જ કર્મચારીઓ દ્વારા તેને ઓલાવી દીધી. કોઇ ઘાયલ થયા હોય તેવી માહિતી નથી. શરૂઆતમાં આવેલી માહિતી. પ્રમાણે આગ ભયંકર લાગ્યાની ચર્ચા હતી. ટ્રેન સેવા ફરીથી શરૂ રેલવે અધિકારીઓએ કહ્યું કે આગની માહિતી મળતા જ મુંબઇ અને પનવેલની વચ્ચે લોકલ ટ્રેનની સર્વિસીસ રોકી દીધી હતી.
અધિકારીઓએ કહ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ બધી સર્વિસીસ સામાન્ય રીતે કાર્યરત થઇ રહી છે. બીજીબાજુ આ અકસ્માતનો વીડિયો પણ વાયરલ થયો છે. તેમાં દેખાય છે કે ટ્રેનમાં આગ લાગતા સ્ટેશન પર દોડધામ મચી જાય છે. અહીં કર્મચારી આગ બુઝાવામાં લાગેલા રહ્યા.ત્યાં કેટલાંક પેસેન્જર્સે તેનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો.
અધિકારીઓએ કહ્યું કે હાલ સ્થિતિ કાબૂમાં છે અને સર્વિસીસ શરૂ થઇ ગઇ છે. અને જરૂરિયાત મુજબ ની તમામ સેવા આપવામાં આવી છે અને હજુ પણ જ્યાં સુધી સેવાની જરૂરત પડશે ત્યાં સુધી ત્યાં અમે સેવા પોહચાડીશું.