મુંબઈની એક બિલ્ડીંગમાં આગ લાગતા એક વ્યક્તિનું 19 માં માળથી પટકાતા થયું મોત, વિડીયો થયો વાયરલ

મુંબઈ શહેરના ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે અફરાતફરી માહોલ સર્જાઈ ગયો છે. મુંબઈ શહેરના કરી રોડ વિસ્તાર પર આવેલા અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી.

આગ લાગવાની બાબતમાં મુંબઈ ફાયર બ્રિગેડ જણાવવામાં આવ્યું છે કે, આગ બપોરના 12 વાગ્યાની આજુબાજુ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તનુ 19 મા માળેથી નીચે કૂદકો મારતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ ઘટના 60 માળના એપાર્ટમેન્ટના 19 મા માળે થઈ હતી. જ્યારે આગની જાણ થતા જ મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

જ્યારે મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં બહુમાળી ઇમારત અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં બપોરના આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

મુંબઈ ફાયર વિભાગ દ્વારા માહિતી આપવા આવી છે કે, ભીષણ આગને જોતા 30 વર્ષના અરુણ તિવારી નામનો યુવક બાલ્કનીમાંથી લટકી ગયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. અરુણના નીચે પડવાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ ખૂબ વાયરલ થયો છે.

જ્યારે ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન પણ શરુ કરી દીધો હતો. 19 માં માળે શરૂ થયેલી આગ હવે બિલ્ડિંગના અન્ય માળમાં પણ ફેલાઈ ગઈ હતી. 20 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આવેલા છે.

તેની સાથે અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિ સુરક્ષા ગાર્ડ હોવાનું સામે આવ્યું છે. મેયર પેડનેકર પણ ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા. તેમણે માહિતી આપી છે કે, ઇજાગ્રસ્તને સારવાર માટે કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો