India

ગે ડેટિંગ એપ પર બનેલા મિત્રને મળવા પહોંચ્યો એક વ્યક્તિ, પછી જે થયું તે જાણીને દંગ રહી જશો!

મુંબઈના માલવણી વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ દંગ રહી જશો. મુંબઈમાં રહેતા એક યુવક માટે ગે ડેટિંગ એપ પર મજા કરવી સજા બની ગઈ હતી. તેની સાથે બળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયાસ કરવા અને લૂંટવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

માલવણી પોલીસે આવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ Grindr ગે ચેટ એપ દ્વારા ગે છોકરાઓ સાથે વાત કરતા હતા અને તેમની સાથે શારીરિક સંબંધો બાંધતા હતા. પોલીસે જણાવ્યું કે, એપ ડાઉનલોડ કર્યા બાદ તેમાં સંપૂર્ણ વિગતો ભરવી પડે છે, એ પછી ડિટેલમાં જે વિસ્તારનું લોકેશન રહે છે તે વિસ્તારના તમામ ગે યુવકો એકબીજા સાથે જોડાઈ જતા હતા. તે ડેટિંગ એપ દ્વારા લોકો પહેલા એકબીજા સાથે ચેટ કરતા હતા, પછી મળતા હતા અને શારીરિક સંબંધ બાંધતા હતા.

વીડિયો ડિલીટ કરવાના નામે 50 હજારની માંગણી
માલવણીના પોલીસ અધિકારી હસન મુલાનીએ જણાવ્યું હતું કે 17 જાન્યુઆરીની રાત્રે એક હાઈપ્રોફાઈલ યુવક ગે એપ દ્વારા આરોપી સાથે જોડાયો હતો. થોડા દિવસો સુધી ઓનલાઈન ચેટ કર્યા બાદ આરોપીએ તેને મળવા બોલાવ્યો હતો અને જ્યારે પીડિત તેને મળવા ગયો ત્યારે 5 આરોપીઓએ યુવક સાથે અનૈતિક સંબંધ બાંધવાની માંગણી કરવા લાગ્યા, પરંતુ યુવકે ના પાડી દીધી. જે બાદ આરોપીઓએ તેની સાથે મારપીટ કરી તેનો ફોન, ડેબિટ કાર્ડ, રોકડ છીનવી લીધી હતી અને યુવકનો નગ્ન અવસ્થામાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી અને વીડિયો ડિલીટ કરવાના નામે 50 હજારની માંગણી કરી હતી.

યુવકે ફરિયાદ નોંધાવી
ઘટના બાદ યુવકે માલવણી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના બાકીના બે સાગરિતોને શોધી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ઈરફાન ફુરકાન ખાન, અહેમદ ફારૂક શેખ, ઈમરાન સફીક શેખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker