મુંબઈ માં નિર્ભયા જેમ એક 30 વર્ષીય મહિલા પર કરવામાં આવ્યો રેપ અને પછી પ્રાઇવેટ પાર્ટ માં. . .

દેશની આર્થિક રાજધાની માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસ બરાબર દિલ્હીના નિર્ભયા કેસ જેવો છે. મુંબઈના સાકીનાકા વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલા પર બળાત્કાર થયો હતો. ક્રૂર મગજ ના આરોપીએ રેપ બાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો, જેના કારણે વધારે લોહી વહી જતાં તેની હાલત નાજુક છે.

મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ગણાતા મુંબઈમાં મહિલાઓ હવે સૌથી વધુ અસુરક્ષિત બની રહી છે. સાકીનાકા બળાત્કાર કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને એવી પણ શંકા છે કે આ ઘટનામાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોઈ શકે છે. હાલ આ દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટના સાકીનાકાના ખૈરાણી રોડની જણાવવામાં આવી રહી છે.

સ્થળ પર પહોંચ્યા વરિષ્ઠ અધિકારીઓ: પરિસ્થિતિની ગંભીરતા અને ગણેશ ચતુર્થીને જોતા મુંબઈ પોલીસના અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા છે. જેથી પરિસ્થિતિ કોઇપણ રીતે નિયંત્રણ બહાર ન જાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને. પકડાયેલા આરોપીઓ સામે IPC ની કલમ 307, 376, 323 અને 504 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી નું નામ મોહન ચૌહાણ (ઉંમર 45 વર્ષ) છે.

પીડિતા લોહીથી લથબથ રસ્તા પર પડી હતી: પોલીસના જણાવ્યા મુજબ, તેમને ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યે કંટ્રોલ રૂમ પર ફોન આવ્યો હતો કે સાકીનાકાના ખૈરાણી રોડ પર એક મહિલા બેભાન અને લોહીથી લથબથ હાલત માં પડેલી છે. માહિતી મળ્યા બાદ તરત જ સકીનાકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે.

Scroll to Top