જૂનાગઢના મુનાવ્વર ફારૂકીએ કંગનાના શો Lock Upp ની ટ્રોફી જીતી, મળશે આટલી મોટી રકમ

હાસ્ય કલાકાર મુનવ્વર ફારૂકી આખરે કંગના રનૌતનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો જીતી ગયો છે. 70 દિવસના સખત સંઘર્ષ બાદ તેણે વિજેતાની ટ્રોફી જીતી લીધી છે. દર્શકોને મુનાવ્વર ફારૂકીની રમત પહેલેથી જ ખૂબ પસંદ હતી. લોકો તેને ગેમનો માસ્ટરમાઈન્ડ પણ કહેતા હતા. આવી સ્થિતિમાં મુનાવ્વરે લોક-અપનો વિજેતા બનીને સાબિત કર્યું કે તે રમતનો અસલી માસ્ટરમાઇન્ડ છે. વિજેતાની જાહેરાત થાય તે પહેલા જ લોકો મુનાવ્વર ફારૂકીને શોનો વિજેતા માનતા હતા. ત્યાં જ મુનાવ્વરે પણ દરેકની અપેક્ષાઓ પર ખરી ઉતરી અને અંતે વિજેતાની ટ્રોફી જીતી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુનાવ્વર ફારૂકીને બિગ બોસ વિનર તેજસ્વી પ્રકાશ કરતા વધુ વોટ મળ્યા છે. તમને જણાવી દઈએ કે મુનાવ્વર વ્યવસાયે સ્ટેન્ડ અપ કોમેડિયન છે. લોકઅપમાં પ્રવેશતાની સાથે જ લોકોને મુનાવ્વરની અસલી બાજુ જોવા મળી અને કદાચ તેના કારણે તે લોકોનું દિલ જીતવામાં પણ સફળ રહ્યો હતો. આટલું જ નહીં શો દરમિયાન મુનાવ્વરે તેની અંગત જિંદગી વિશે પણ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ટ્રોફી ઉપરાંત મુનાવ્વરે 20 લાખ રૂપિયાની રોકડ ઈનામી રકમ સાથે એર્ટિગા અને ઈટાલીનો વિદેશ પ્રવાસ પણ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મુનાવ્વર ફારૂકી છેલ્લા કેટલાક સમયથી અનેક મુસીબતોથી ઘેરાયેલા છે, પરંતુ લાગે છે કે લોક અપની જીત સાથે જ તેના સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. વિજય પછી મુનવ્વરના ચહેરા પરનું સ્મિત જણાવી રહ્યું હતું કે તે કેટલી આતુરતાથી તેની રાહ જોઈ રહ્યો હતો. નોંધપાત્ર રીતે ફિનાલેમાં મુનાવ્વર ફારૂકી અંજલિ અરોરા અને પાયલ રોહતગી સાથે સ્પર્ધા કરી રહ્યો હતો. પાયલ અને અંજલિ લોક અપની ટોપ 2 ફાઇનલિસ્ટ હતી.

જણાવી દઇએ કે, મુનાવ્વર ફારૂકી ગુજરાતના જૂનાગઢનો રહેવાસી છે અને તે એડલ્ટ પ્રકારની કોમેડી પણ કરે છે. સાથે જ થોડા સમય પહેલા તેની વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ થઇ હતી અને પોલીસે તેની અટકાયત પણ કરી હતી. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.

Scroll to Top