તારક મહેતા ફેમ Munmun Dutta તેનાથી 9 વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ, નામ જાણીને થઈ જશો હેરાન

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરમાં પસંદ કરનાર શોમાંથી એક છે. આ શો 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબી સ્ટારકાસ્ટ છે અને દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે.

ચાહકો દરરોજ સોશિયલ મીડિયા પર તેના વિશેમાં કંઈકને કંઇક નવું શોધે છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે શોના મહત્વના પાત્રને લગતી માહિતી લાવ્યા છીએ. આ પાત્ર બીજું કોઈ નહીં પણ બબીતા જી એટલે કે મુનમુન દત્તા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની મોટી પ્રેમ કહાની હવે બધાની સામે આવી ગઈ છે. એક નામી છપાયેલ સમાચાર મુજબ, મુનમુન દત્તા એટલે કે બબીતા જી એક વ્યક્તિને ડેટ કરી રહ્યા છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શોના ટપુ એટલે કે રાજ અનડકટ છે. બંને આજકાલ એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા છે.

લાંબા સમયથી, રાજ અને મુનમુન દત્તાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને કમેન્ટ્સ આ તરફ ઈશારો કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ મુનમુનની તસ્વીરો પર રાજની કમેન્ટ જોઇને વારંવાર પૂછતા કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. હવે આ વાત પર સ્પષ્ટ થઈ ગયું છે કે બંને સારા મિત્રો કરતાં વધુ નજીક છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીમના દરેક સભ્યને આ વાતની જાણકારી છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. આ બાબતમાં એક સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારને પણ બધુ ખબર જ છે, કોઈ અંધારામાં નથી.’

સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે, ‘આ સિવાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ બંનેના સંબંધને સન્માનની નજરે દેખી રહ્યા છે. બંનેમાંથી કોઈની મજાક ઉડાવવામાં આવી રહી નથી. બંને છૂપાઈને એક બીજા સાથે સમય પસાર કરતા નથી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ રહેલ છે. એટલે કે બંને ઘણા સમયથી એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે. તેમ છતાં બધા વચ્ચે આ વાતને જાહેર કરી નથી.

તમને જણાવી દઈએ કે, રાજ અનડકટ 24 વર્ષનો છે જ્યારે મુનમુન દત્તા તેનાથી 9 વર્ષ મોટી છે. મુનમુને તાજેતરમાં 2 મહિનાની લાંબી રજા બાદ શોમાં વાપસી કરેલ છે. જ્યારે રાજ સતત આ શોનો ભાગ બન્યો રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો