‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતાની ‘મડ બાથ’ ની તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો

ટીવી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સુંદર અભિનેત્રી મુનમુન દત્તા એટલે કે બબીતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહેવાની તે કોઈન પણ તક છોડતી નથી. મુનમુન દત્તા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહી છે. જ્યારે હવે અભિનેત્રીએ માટી લગાવીને બાથ કરવાની કેટલીક તસ્વીરો શેર કરી છે, જેના કારણે તે ચર્ચા આવી ગઈ છે. થોડા અઠવાડિયા અગાઉ  અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પણ આવી જ તસ્વીરો શેર કરી હતી. ઉર્વશી રૌતેલાની આ તસ્વીર પોસ્ટ કરતાની સાથે-સાથે મડ બાથના ફાયદા પણ જણાવ્યા હતા. આ બાબતમાં હવે બબીતાના મડ બાથની તસ્વીરો તેના ચાહકોને દીવાના બનાવી રહી છે.

અભિનેત્રી મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘મડ બાથ’ની તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં મુનમુન દત્તા દરિયા કિનારે મોનોકિની પહેરીને જોવા મળી રહી છે. બબીતાએ પોતાના શરીર પર માટીનો લેપ પણ લગાવેલો છે. આ તસ્વીરો 2017 ની જોર્ડન ટ્રીપની રહેલી છે. જે ચર્ચામાં આવી છે.

તેની સાથે અભિનેત્રીએ તસ્વીરના કેપ્શનમાં જણાવ્યું છે કે, “ડેડ સી અને તેનું ફાયદાકારણ મડ બાથ છે. જોર્ડન 2017.” અભિનેત્રીઓ આ તસ્વીર પોસ્ટ કરવાની સાથે જ તેના ચાહકો આ તસ્વીરોને પસંદ કરી રહ્યા છે અને લાઈક કરી રહ્યા છે.

મુનમુન દત્તાના ચાહકો આ તસ્વીરો પર જોરદાર કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે. નોંધનીય છે કે, મુનમુન દત્તાએ પોતાના કારકિર્દીની શરૂઆત 2004 માં ‘હમ સબ બારાતી’ થી શરૂ કરી હતી. જ્યારે વર્ષ 2018 થી મુનમુન દત્તા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબીતાનો રોલ નિભાવી રહી છે. થોડા દિવસો અગાઉ  અભિનેત્રી વિવાદમાં પણ આવી હતી. જૂન મહિનામાં અભિનેત્રી વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદો દાખલ પણ  કરવામાં આવી હતી.

Scroll to Top