ગુરૂએ કહ્યું-હું અમર થઇ ગયો છું, પારખા કરી લે… સેવકે એક જ વારમાં ઢાળી દીધા

ભાવનગરના ઢસાના ચાોસલા ગામે મહંતની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે જ્યાં પોતાના ગુરૂની વિદ્યાના પારખા કરવા માટે ચેલાએ જ તેઓને મોતને ઘાટ ઉતારી લાશને આશ્રમન કૂવામાં જ ફેંકી દીધી હતી. બોટાદ જિલ્લાના ઢસાના ચોસલા ગામે આવેલાં હનુમાનજી મંદિર આશ્રમના મહંત રામદાસજી પાંચ દિવસથી લાપતા હતા. જેમની ભારે શોધખોળના અંતે ગત ગુરૂવારના રોજ આશ્રમના કૂવામાંથી જ તેમની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી.

હત્યાના આ બનાવ અંગેના રહસ્ય પરથી પડદો ઉંચકતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી મૃતક મહંતના સેવકને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ લીધા હતા.

ચોસલા ગામે ધુણી નાંખી બેઠેલાં મહંતે તેમના સેવકને કહ્યું હતું કે, હું અમર થઈ ગયો છું, તારે ખરાઇ કરવી હોય તું કરી જો, મને કંઈ નહીં થાય. મહંતની આજ્ઞાને લઈ સેવકે ધારદાર હથિયાર વડે હુમલો કરતાં મહંત સ્થળ પર જ લોહીથી લથબથ થઇ મોતને ભેટ્યા હતા.

પોલીસ તપાસમાં મહંતની હત્યા થઈ હોવાનું અને ગામમાં જ રહેતા નીતિન કુરજી વણોદીયાએ તિક્ષ્ણ હથિયારો વડે તેમની હત્યા નિપજાવી આશ્રમના કૂવામાં તેમની લાશ ફેંકી દિધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

હત્યારો આઠ વર્ષથી મહંતનો સેવક હતો

ઢસાન ચાોસલા ગામે મહંતની હત્યાના ગુનામાં ઝડપાયેલ ગામનો જ ઇસમ નીતિન વણોદિયાએ પોલીસ સામે કબૂલાત આપી હતી કે, પોતે મૃતક મહંત સાથે છેલ્લા આઠ વર્ષથી સતત સાથે હતો અને માનિતા સેવક તરીકે સેવારત રહેતો હતો. હત્યારાએ કબુલ્યુ હતું કે,ગુરૂએ આપેલી આજ્ઞા અનુસાર તેણે મહંત પર હુમલો કર્યો હતો અને તેઓ મોતને ભેટ્યા હતા..

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો