મુસલમાંનો એ પૈસા ભેગા કરીને બનાવ્યું કાલી માઁ નું મંદિર, જાણો ઉદ્ઘાટન કર્યા પછી શુ કહ્યું..

આપસમાં ભાઈચારો, સાંપ્રદાયિક સંવાદિતા, સદ્રાવ અને સહિષ્ણુતા એ કેટલાક એવા શબ્દો છે જેને આપણે બધા ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ તેમનું પાલન ખૂબ ઓછા લોકો જ કરી શકે છે.આપણો ભારત દેશ વિવિધતાથી ભરેલો છે.તેની સૌથી મોટી સુંદરતા એ છે કે અહીં એક જ સમાજમાં ઘણાં ધર્મો અને જાતિના લોકો એક સાથે મળીને રહે છે.

સોશિયલ મીડિયા પર કેટલાક અસામાજિક તત્વો ભલે ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ વાસ્તવિક જીવનમાં બે ધર્મોના લોકો વચ્ચે કોઈ દુશ્મની અથવા નફરત નથી હોતી.આ વાતનું ઉદાહરણ આપણને ઘણી વખત જોવા મળે જાય છે.ઉદાહરણ તરીકે પશ્ચિમ બંગાળનો મુસ્લિમ સમુદાયને લઈ લો.અહીં બીરભૂમ જિલ્લામાં મુસ્લિમોએ ફક્ત કાલી માતાના મંદિર માટે દાન એકત્રિત કર્યુ પરંતુ પોતે તેનું નિર્માણ પણ કરાવ્યું હતું.

ખરેખર બે વર્ષ પહેલાં બીરભૂમ જિલ્લામાં એક મોટો રસ્તો બનાવવા જઈ રહ્યા હતા.આવી સ્થિતિમાં આ કામના કારણે રસ્તામાં પડતા કાલી માતાનું મંદિર તોડવામાં આવ્યું હતું.જો કે, વિસ્તારના મુસ્લિમ સમુદાયે દાન એકત્રિત કરી વીતેલા રવિવારે દિવાળી પર ફરીથી બીજી જગ્યાએ કાલિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.એટલું જ નહીં આ નવા મંદિરનું ઉદ્ઘાટન પણ મૌલવીએ કર્યુ.તમારી માહિતી માટે કહી દઈએ કે આ ઘટના બાસાપુરની છે જો કે કોલકાતાથી લગભગ 160 કિલોમીટર દૂર આવેલ છે.

અહીંના સ્થાનિક રહેવાસી નિખિલ ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અહિયાં લોકો પહોળા રસ્તાની માંગ કરી રહ્યા હતા.આવી સ્થિતિમાં, સ્થાનિક પંચાયત બે વર્ષ પહેલાં તેની સાથે સંમત થઈ હતી.જો કે આ પ્રક્રિયામાં મંદિરતોડવું પડ્યું હતું.ગયા વર્ષે પણ દુર્ગા પૂજાનો તહેવાર પંડાલ બનાવીને કરવો પડ્યો હતો.આ કામ ખૂબ ખર્ચાળ પણ હતું.આવી સ્થિતિમાં વિસ્તારના મુસ્લિમ લોકોએ દાન એકત્રિત કરી મંદિરને બીજી જગ્યાએ બનાવ્યું હતુ.તેને બનાવવમાં કુલ 10 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ બાસપારાના નનુર બ્લોકમાં લગભગ 35 ટકા મુસ્લિમો જ રહે છે.આ લોકોએ દાન એકત્રિત કરી લગભગ 7 લાખ રૂપિયા એકઠા કર્યા હતા.બાકીની રકમ અન્ય ધર્મોના લોકો કર્યું.સ્થાનિક રહેવાસી સુનીલ સાહાનું કહેવું છે કે જો આ વિસ્તારના મુસ્લિમો પૈસાની મદદ ન કરે તો આ મંદિર ન બનાવી શકાય.આ મુસ્લિમોએ 2018 અને 2019 ના દુર્ગાપૂજામાં થયેલ ખર્ચમાં પણ મદદ કરી હતી.

મુસ્લિમોએ આ કામમાં મોટો ભાગ લીધો હતો એટલા માટે મંદિરનું ઉદ્ઘાટન માટે પણ વિસ્તારના મૌલવી નસીરુદ્દીન મંડળને બોલાવ્યા હતા.આ મંદિરનું ઉદ્ઘાટન કરી નસીરુદ્દીને કહ્યું કે આમ તો મેં ઘણી મસ્જિદો અને મદ્રેસાઓનું ઉદ્ઘાટન કર્યું છે પરંતુ મંદિરના ઉદ્ઘાટનમાં મને અલગ જ સુખદ અને અનોખો અનુભવ મળ્યો.

આ ઘટના સમગ્ર દેશ માટે ઉદાહરણ સાબિત થઈ છે.જ્યાં એક તરફ કેટલાક અસામાજિક તત્વો અને રાજનેતા ધર્મના નામ પર લોકોની વચ્ચે દરાર પેદા કરવાનો પ્રયત્ન કરતા રહે છે, તો બીજી બાજુ આપણી કેટલાક એવા પણ લોકો છે જે આ બાબતોમાં ન આવીને ભાઈચારામાં વિશ્વાસ રાખે છે.અમારી પણ તમને એજ સલાહ છે કે તમે લોકોના ગેરમાર્ગે ન આવો અને પરસ્પર પ્રેમ સ્નેહ જાળવી રાખો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top