કર્ણાટકના વિજયપુરામાં એક અનાથ હિન્દુ છોકરીની સંભાળ લેનાર મુસ્લિમ પુરુષે તેના લગ્ન વૈદિક પરંપરાઓ અનુસાર હિન્દુ વર સાથે કરાવ્યા છે. મહેબૂબ મસલી 18 વર્ષની હિન્દુ યુવતી પૂજા વાડીગેરીના વાલી છે, જેના હાલમાં લગ્ન થયા છે. તેણે ગઈકાલે જ ધાર્મિક વિધિ મુજબ પૂજાના લગ્ન એક હિન્દુ પુરુષ સાથે કરાવ્યા છે.
પૂજા એક દાયકા પહેલા અનાથ થઇ ગઈ હતી અને તેના સંબંધીઓએ તેને ઉછેરવાનો ઇનકાર કર્યા બાદ મસલીએ પિતા તરીકે તેની સંભાળ લીધી હતી. જો કે મસલી બે પુત્રીઓ અને બે પુત્રોના પિતા હોવા છતાં, તે પૂજાને ઘરે લાવવાનું નક્કી કર્યું.
મસલીએ કહ્યું, “આ મારી જવાબદારી છે કે મેં તેના લગ્ન તે ધર્મ ના વ્યક્તિ સાથે કરાવીશ જેનાથી તે સંબંધિત છે.” તેમણે કહ્યું, “તે મારા ઘરમાં એક દાયકાથી વધુ સમયથી રહેતી હતી પરંતુ મેં તેને ક્યારેય અમારા ધર્મ (ઇસ્લામ) નું પાલન કરવા અથવા મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરવા દબાણ કર્યું નથી. તે અમારા ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ છે.”
તેણે ન્યૂઝ એજન્સીને કહ્યું કે વરરાજાના માતાપિતાએ દહેજ માંગ્યા વિના પૂજાને સ્વીકારી લીધી. તેમણે લોકોને વિવિધ સમુદાયો વચ્ચે સુમેળમાં રહેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, હું સમાજને પણ સંદેશ આપવા માંગુ છું કે દરેક વ્યક્તિએ સુમેળમાં રહેવું જોઈએ.
મસલી શહેરમાં કોમી સમરસતાને પ્રોત્સાહન આપતી અનેક સામાજિક સેવાઓ અને કાર્યક્રમોના આયોજન માટે જાણીતું છે. તેને શહેરમાં ગણપતિના કાર્યક્રમોના આયોજન માટે પણ જાણીતા છે. પૂજાએ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “હું ખૂબ જ ધન્ય છું મને આવા મહાન માતા -પિતા મને મોટા દિલથી મળ્યા જેને મારી સંભાળ રાખી.”