કોરોનાને કારણે હાલ રાજ્યમાં સૌથી ખરાબ હાલત છે રોજના હવે તો 3 હજાર કરતા વધારે કેસ આવી રહ્યા છે ખાસ કરીને જે લોકો તેમના પરિવારથી દૂર રહે છે તે લોકો માટે તો આ સૌથી કપરો સમય સાબિત થયો છે સુરત જેવા શહેરોમાં તો હવે સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે સાથેજ હોસ્પિટલોમાં પણ વેઈટીંગ લીસ્ટમાં બેસી રહેવું પડે છે.
આવા કપરા સમયમાં ગોધરામાં એક માનવતા ભર્યો બનાવ સામે આવ્યો છે ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં રહેતા એક હિન્દું યુવકનું હાર્ટએટેકને કારણે મોત થયું છેલ્લા 30 વર્ષથી તે યુવક મુસ્લિમ વિસ્તારમાં રહેતો હતો જ્યા તે શાકભાજીનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ અચાનકથી તેને હાર્ટએટેક આવી જતા તેનું દુખદ અવસાન થયું હતું.
યુવકનું મોત થતા તેના ઘરમાં રડવાનો અવાજ આસપાસ રહેતા મુસ્લિમ ભાઈ બહેનોએ સાંભળ્યો જેથી તેઓ દોડીને ત્યા પહોચ્યા હતા અને તેમણે હિન્દુ પરિવારને સાંત્વના આપી હતી, જોકે પરિવારનો સભ્ય ગુમવાને કારણે તેમના માથે જાણેકે આભ તૂટી પડ્યું હતું. જેના કારણે તેઓ આઘાતમાં સરી ગયા હતા. અને તેમને કઈ ખ્યાલ નહોતો કે શું કરવું
મૃતકનો પુત્ર તે સમયે ઉત્તરપ્રદેશમાં હતો. અને તે જલ્દી આવી શકે તેવી પરિસ્થિતી પણ ન હતી. કારણકે કોરોનાને કારણે ટ્રાન્સપોર્ટેશન સેવા ઘણી ઠપ થઈ ગઈ છે. અને જો તે આવે તો પણ તેમા સમય વધારે લાગે તેવી સ્થિતી હતી.
પરિસ્થિતીને સમજીને મુસ્લિમ ભાઈ બહેનોએ મૃતકના પરિવારને સહારો આપ્યો જેમા તેમણે પરિવારને સાંત્વના આપી અને કહ્યું કે તમે મૃતકની અંતિમયાત્રાની ચિતા ન કરતા સાથેજ તેમણે કહ્યું કે અમે લોકો હિન્દું રિતીરિવાજ પ્રમાણે અંતિમક્રિયા કરીશું સાંત્વના આપ્યા બાદ મુસ્લિમ ભાઈ બહેનોએ આખી રાત મૃતકના પરિવાર સાથે રહ્યા હતા અને તેમને હિંમત આપી હતી.
બાદમાં તેમણે સવારે હિન્દું રિતી રિવાજ પ્રમાણે અંતિમક્રિયા માટેની કાર્યવાહી શરૂ કરી હતી તેમને વીધી માટે જાણ ન હતી, જેથી તેમણે હિન્દુ મિત્રોને પૂછીને વીધી કરી હતી બાદમાં મુસ્લિમ યુવકોએ તેને ખાંધ આપી હતી સાથેજ તેને સ્મશાન સુધી લઈ ગયા હતા અને હિન્દુ રીતિરીવાજ પ્રમાણે તેની અંતિમક્રિયા પૂર્ણ કરી હતી તે સમયે દ્રશ્યો જોઈને બધાની આંખમાં આસુ આવી ગયા હતા.
ઉલ્લેખનિય છે કોરાનાને કારણે લોકો હાલ હેરાન પરેશાન છે પરંતુ ગોધરામાં આ જે બનાવ સામે આવ્યો છે તે જોઈને એટલું કહી શકાય કે મનાવતા હજુ પણ લોકોમાં સમાયેલી છે સાથેજ બધા લોકો ભેગા થઈને આ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે.