પાર્ટીમાંથી પોલીસ કસ્ટડીમાં લેવાયેલી સુપરસ્ટારની દીકરીનો વીડિયો વાયરલ, પિતાએ કહી આ વાત

નાગા બાબુની પુત્રી, અભિનેત્રી નિહારિકા કોનિડેલા અને બિગ બોસ તેલુગુ વિજેતા રાહુલ સિપલીગંજ સહિત 150 અન્ય લોકોની હૈદરાબાદ પોલીસે રવિવારે સવારે 3 વાગ્યે અટકાયત કરી હતી. અહેવાલ મુજબ, બંજારા હિલ્સમાં રેડિસન બ્લુ પ્લાઝા હોટેલમાં મિંક પબના પરિસરમાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ મળી આવ્યા હતા. માહિતી મુજબ, પોલીસ અધિકારીઓએ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે નિહારિકા કે રાહુલે કોઈપણ પ્રકારનું ડ્રગ્સનું સેવન કર્યું હતું કે નહીં. નિહારિકાનો પોલીસ કસ્ટડીમાં જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પિતાએ નિવેદન બહાર પાડ્યું

આ મામલા બાદ દિગ્ગજ અભિનેતા નાગા બાબુએ નિવેદન જારી કરીને કહ્યું છે કે તેમની પુત્રીને ડ્રગ્સ સાથે કોઈ લેવાદેવા નથી. નાગા બાબુએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મારી પુત્રી નિહારિકાને ગઈકાલે રાત્રે એક ફાઈવ સ્ટાર હોટલમાં પબમાં હાજરી આપવા બદલ અટકાયતમાં લેવામાં આવી હતી. પોલીસે નિર્ધારિત સમય પછી પણ પબ ખુલ્લો રાખવા બદલ મેનેજમેન્ટ સામે કાર્યવાહી કરી હતી.” જોકે, પોલીસે પુષ્ટિ કરી છે કે આ પબમાંથી જે ડ્રગ્સ મળી આવ્યું છે તેને તેમની સાથે કોઈ લેવાદેવા નથી.’

નિહારિકાની અટકાયતના અહેવાલોને સમર્થન આપતા, હૈદરાબાદ પોલીસે જણાવ્યું હતું કે, “ટાસ્ક ફોર્સે શનિવારે રાત્રે શહેરમાં ફાઇવ સ્ટાર હોટલના એક પબ પર મોડી રાતની પાર્ટી અને ડ્રગ્સનું વિતરણ કરવાના આરોપમાં દરોડો પાડ્યો હતો. ગત રાત્રે લગભગ 150 લોકો પબમાં પાર્ટી કરી રહ્યા હતા. મધ્યરાત્રિ પછી પબ ચલાવવાની મંજૂરી નથી.”

નિહારિકા એક મોટા ફિલ્મી પરિવારમાંથી આવે છે

તમને જણાવી દઈએ કે ટોલીવુડ સુપરસ્ટાર ચિરંજીવી અને પવન કલ્યાણની ભત્રીજી તેમના ભાઈ નાગા બાબુની પુત્રી છે. નિહારિકા કોનિડાલાએ વર્ષ 2020માં ચૈતન્ય જોનાલગડ્ડા સાથે ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા હતા. નિહારિકા કોનિડેલા દક્ષિણના મોટા ફિલ્મી પરિવારમાંથી આવે છે. આવી સ્થિતિમાં રેવ પાર્ટી દરમિયાન તેની ધરપકડના સમાચારે સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે.

Scroll to Top