સુરતમાં નાગાલેન્ડની યુવતીઓ બોલાવી સ્પામાં ચલાવાતું સેક્સ રેકેટ ઝડપાયું

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સુરત: સ્પાની આડમાં 4000 રૂપિયા લઈને દેહવ્યાપારનો ધંધો કરાવતા બેની ઉમરા પોલીસ ધરપકડ કરી છે. સ્પામાંથી નાગાલેન્ડની ત્રણ મહિલાઓ પણ મળી આવી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, ઘોડદોડ રોડના રિઝન્ટ આર્કેડમાં દુકાન નં-યુ-20માં બ્લુ ઓશિયન સ્પામાં સેક્સ રેકેટ ધમધમતું હોવાની બાતમી મળી હતી.

પોલીસે બે ડમી ગ્રાહકોને મોકલીને 26મીએ રેઇડ પાડી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. મોટા ઘરના નબીરાઓ પણ ત્યાં હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોલીસને સાથે રાખીને ઉમરા પોલીસે યુવક-યુવતીઓને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ 32 હજાર, કોન્ડોમ તથા મોબાઇલ મળીને 46 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે મજેશ પટેલ (રહે. લાલ દરવાજા) તથા સ્પાના માલિક બિક્રમ બસંત શાહુ (રહે, કતારગામ)ની ધરપકડ કરી છે. મજેશે પત્નીના નામે સ્પાનું લાઇસન્સ લીધું હતું.

ફાઇનાન્સ કંપનીનો કર્મચારી લોનનો હપતો લેવા સ્પામાં આ‌વતાં પોલીસની ઝપેટમાં આવ્યો

સ્પામાં રેઇડ પાડી ત્યારે એક ફાઇનાન્સ કંપનીનો કર્મચારી પણ પોલીસની ઝપેટમાં આવી ગયો હતો. પોલીસને તેણે ઓળખ આપી જણાવ્યું કે સ્પાના માલિક બિક્રમ શાહુએ બાઇક લોન પર લીધી હતી. જેનો 7 હજારનો હપતો લેવા માટે સ્પામાં આ‌વ્યો હતો. પોલીસે તેનું નિવેદન લઈને તેને છોડી મૂક્યો હતો.

સ્પાના માલિકો 50 ટકા કમિશન લેતા હતા

સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટ ચલાવતા શખસો ગ્રાહક પાસેથી પહેલા કાઉન્ટર પર મસાજના નામે 2 હજારની રકમ લેતા હતા. બાદમાં શરીર સુખ માણવા માટે ગ્રાહક દીઠ 2 હજાર લેતા હતા. 2 હજારની રકમમાંથી 1 હજાર કમિશન સ્પાના માલિકો લેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here