આ ATM માં સર્જાઇ મોટી ખામી, 5 ગણા પૈસા નીકળતા લોકોએ ATM ખાલી કરી નાંખ્યું

મહારાષ્ટ્રના નાગપુરમાં એક એટીએમ અચાનક જ લોકોને જરૂર કરતાં વધુ પૈસા આપવાનું શરૂ કરી દીધું. આ વાત આગની જેમ ફેલાઈ જતાં એટીએમની બહાર લોકો એકઠા થઈ ગયા હતા. સ્વાભાવિક રીતે દરેકને આવા એટીએમમાંથી પૈસા ઉપાડવાના હતા, જે મફતમાં 5 ગણી રોકડ આપે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો પાંચ ગણા પૈસા મેળવવા માટે આખો દિવસ એટીએમની બહાર લાઇનમાં ઉભા રહેતા હતા!

લોકોના ટોળા પૈસા ઉપાડવા પહોંચી ગયા હતા

સમાચાર એજન્સી ‘પીટીઆઈ’ અનુસાર, આ મામલો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાથી 30 કિલોમીટર દૂર ખાપરખેડાનો છે. અહીં કોઈ ટેકનિકલ ખામીના કારણે ખાનગી બેંકના એટીએમ માંથી 5 ગણી રકમ ઉપાડવા લાગી. આ ભૂલ ત્યારે સામે આવી જ્યારે એક વ્યક્તિએ 500 રૂપિયા ઉપાડ્યા તો એટીએમ એ તેને 500-500ની નોટ આપી. એક ગ્રાહકની સૂચના પર સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે એટીએમ બંધ કરાવ્યું અને બેંકને જાણ કરી હતી.

ટેકનિકલ ખામીના કારણે આ બન્યું હતું

બાદમાં ખાનગી બેંકે તેને ટેકનિકલ ખામીનો મામલો ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે ભૂલ ત્યારે થઈ જ્યારે બેંક કર્મચારીઓ એટીએમ બોક્સમાં પૈસા જમા કરી રહ્યા હતા, તે દરમિયાન ભૂલથી 100 રૂપિયાના બોક્સમાં 500 રૂપિયાની નોટો રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં બેંક ગ્રાહક જ્યારે એટીએમમાંથી 100 રૂપિયા ઉપાડવા આવ્યો તો મશીને તેને 100 રૂપિયાની જગ્યાએ પાંચસોની નોટ આપી. અત્યાર સુધી આ મામલે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.

Scroll to Top