સાપ ચોરી રહ્યો હતો લક્કડખોદના ઈંડા, પછી પક્ષીએ આપી આવી ‘સજા’, જુઓ વીડિયો

તમે લક્કડખોદનું નામ સાંભળ્યું હશે અથવા કદાચ જોયું પણ હશે. આ ખૂબ જ સુંદર અને રંગબેરંગી પક્ષી છે, જેમની તીક્ષ્ણ, ઝીણી અને લાંબી ચાંચ તેમની સુંદરતામાં વધુ વધારો કરે છે. તમે જોયું જ હશે કે આ પક્ષી વારંવાર ઝાડના થડમાં કાણું પાડતું રહે છે. કેટલાક લોકોનું માનવું છે કે આવું કરીને તે લાકડા ખાવાનો પ્રયત્ન કરે છે, જ્યારે આવું બિલકુલ નથી. તે ખરેખરમાં ઝાડના થડમાં છિદ્રો બનાવીને તેમાં રહેતા જીવજંતુઓને ખાય છે અને સાથે જ તે પોતાનો માળો એટલે કે ઘર બનાવવા માટે ઝાડમાં છિદ્રો બનાવતી પણ જોવા મળે છે. આજકાલ સોશિયલ મીડિયા પર લક્કડખોદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો.

આ વીડિયોમાં જોવા મળે છે કે એક વિશાળકાય સાપ લક્કડખોદના માળામાં ગુપ્ત રીતે ઘૂસી ગયો હતો અને તેના ઈંડા ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પછી તે ત્યાં પહોંચી અને સાપને એવો પાઠ ભણાવ્યો કે તે તેને જીવનભર યાદ રાખશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પક્ષી ઝાડના એક ખાડામાં પોતાની ચાંચ જોરથી પછાડી રહ્યું હતું, ત્યારે અચાનક એક વિશાળ સાપ છિદ્રમાંથી બહાર આવ્યો. જોતાં એવું લાગે છે કે તેણે ઘણાં ઈંડાં ગળી લીધાં છે, જે લક્કડખોદનાં હોઈ શકે છે. હવે તેણે સાપને તેના માળામાંથી બહાર કાઢવા માટે તેની તીક્ષ્ણ ચાંચ વડે સાપને મારવાનું શરૂ કર્યું, જેના કારણે સાપ નારાજ થઈ ગયો અને ગુસ્સામાં તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરવા લાગ્યો.

 

View this post on Instagram

 

A post shared by @planet_visit

જો કે, પક્ષી સાપના સતત હુમલાઓથી જરાય ડર્યું નહીં અને તેની સાથે લડતું રહ્યું. હવે આખરે કોણ જીત્યું અને કોણ હાર્યું તે તો ખબર નથી, પરંતુ આ એક ચોંકાવનારો વીડિયો છે. આ વીડિયોને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પ્લાનેટ_વિઝિટ નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 70 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો જોઈને એક યુઝર એટલો ભાવુક થઈ ગયો કે તેણે વીડિયો રેકોર્ડિંગ કરનારા લોકોને વીડિયો બનાવવાનું બંધ કરીને પક્ષીની મદદ કરવાની અપીલ કરી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો