બ્રિટનમાં આ દિવસોમાં લોકો એક મહિલાની સફળતાની વાર્તાથી ખૂબ પ્રભાવિત છે. ખરેખર, આ મહિલા એક સમયે લોકોના નખ સાફ કરતી હતી. પરંતુ આજે તે પોતાનો કરોડોનો બિઝનેસ ચલાવી રહી છે. તો આવો જાણીએ 30 વર્ષની એનાબેલ મેગિનિસ વિશે, જેણે આટલી નાની ઉંમરમાં આટલી મોટી સફળતા મેળવી છે.
એનાબેલે 10 વર્ષ પહેલા તેની માતાના રસોડામાં નેલ આર્ટ વર્ક શરૂ કર્યું હતું. પછી તેના મિત્રોના નખ સાફ કર્યા બાદ તે તેના પર નેલ આર્ટ કરતી હતી. ધીમે ધીમે તેણે આ ક્ષેત્રમાં ઘણું નામ કમાવ્યું. લોકો તેની નેલ આર્ટના એવા દિવાના બની ગયા કે તેની સામે ક્લાયન્ટની ભીડ જામી. એનાબેલનો આ બિઝનેસ એટલો આગળ વધ્યો કે આજે તે કરોડોનો નેલ આર્ટ બિઝનેસ ચલાવી રહી છે. તમને જણાવી દઈએ કે બ્યુટિશિયન એન્નાબેલે મમ્મીના કિચનથી શરૂ થયેલા આ કામને એક મોટા વેરહાઉસમાં શિફ્ટ કરી દીધું છે.
એનાબેલ આજે સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તેના ઓનલાઈન 7.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. એનાબેલ કહે છે કે, શરૂઆતમાં તેણે મમ્મીના રસોડામાં જ એક નાનું સેટઅપ કર્યું હતું. જ્યાં તે તેના મિત્રો અને ગ્રાહકોના નખ પર નેલ આર્ટ કરતી હતી. તેમાંથી મોટાભાગના તેની માતાના મિત્રો હતા.
એનાબેલે આ કામમાં એટલી નિપુણતા મેળવી લીધી હતી કે તે જાણતી હતી કે આ વ્યવસાયને કેવી રીતે મોટો બનાવવો. લોકો તેની થીમ નેલ આર્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. એનાબેલ પોતાના પતિની મદદથી આ બિઝનેસ ચલાવી રહી છે. તેમની ભાવિ યોજનાઓમાં વધુ સલૂન ખોલવાનો સમાવેશ થાય છે.