નાના દેવાદારો માટે જલસા, સરકાર માફ કરી શકે છે હવે આટલી લોન જાણો તમે પણ

મોદી સરકારનું સમગ્ર ધ્યાન હવે ઈકોનોમી ઉપર છે ત્યારે નાના કરજદારો માટે ખુશ ખબર આવી શકે છે.
તો શું છે આ ખુશ ખબર

નાના કરજના બોજ તળે દબાયેલા લોકો માટે ખુશખબર છે. નાના કરજદારો (સ્મોલ ડિસ્ટ્રેસ્ડ બોરોઅર્સ)ને મોદી સરકાર એક મોટી રાહત આપનાર છે. ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) હેઠળ સરકાર નાના કરજદારોની લોન માફ કરનાર છે.

આ બધું આઇબીસીની ફ્રેશ સ્ટાર્ટ જોગવાઇ હેઠળ કરવામાં આવશે. નાના કરજદારોની લોન માફ (Loan forgiveness) કરવા માટે એક યોજના તૈયાર થઇ રહી છે.

જોકે આ યોજનામાં કેટલીક શરતો પણ હશે. અહેવાલો અનુસાર આ યોજનાનો લાભ મેળવવા માટે નાના લાભાર્થી કરજદારો (Debtors) નું કુલ કરજ રૂ. ૩૫ હજારથી વધુ હોવું જોઇએ નહીં.

કોર્પોરેટ બાબતોના સચિવ ઇન્જેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે આર્થિક રીતે ગરીબ લોકોને કરજમાંથી મુક્તિ અપાવવા માટે આ લોન માફી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેના સ્વરૂપને લઇને માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી સાથે વાત ચાલી રહી છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લોન માફી વ્યક્તિગત નાદારી સાથે સંકળાયેલા કેસમાં આપવામાં આવશે. પાંચ વર્ષમાં માત્ર એક જ વાર આ લોન માફી યોજનાનો લાભ મળશે.

શ્રીનિવાસે જણાવ્યું હતું કે જેમણે એક વાર લોન માફી યોજનાનો લાભ લીધો હશે તેમને આગામી પાંચ વર્ષ સુધી તેનો લાભ મળશે નહીં.

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે આ યોજનાનો અમલ કરવા માટે ત્રણથી ચાર વર્ષમાં સરકાર પર રૂ. ૧૦ હજાર કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે.

મોદી સરકારની આ યોજના હેઠળ આઇબીસીના ફ્રેશ સ્ટાર્ટ અંતર્ગત કેટલીક જોગવાઇઓએ છે, જેમાં કરજદારની વાર્ષિક આવક રૂ. ૬૦,૦૦૦થી વધુ ન હોવી જોઇએ અને તેમની સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. ૨૦ હજારથી વધુ ન હોવું જોઇએ. સાથે સાથે લાભાર્થીની કુલ રકમ રૂ. ૩૫,૦૦૦થી વધુ હોવી જોઇએ નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top