દેશ ના વડા પ્રધાન નરેન્દ મોદી નો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યરાએ આ જન્મ દિવશ ને વધુ સારો બનાવવા એક કાર્યક્રમ અમદાવાદ ખાતે થવા જય રહ્યો છે જે કાર્ય ક્રમ ખુબજ રાષ્પ્રદ સાબિત થાય તેવો છે તો આવો જાણીયે કે આ કાર્યકરમ માં શું થવાનું છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગે ગુરૂવારે એક સર્ક્યુલર જાહેર કર્યો છે, જે અંતર્ગત અમદાવાદની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સેકેન્ડરી સ્કૂલોમાં આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ બંધારણની કલમ 370 અને 35-એ પર કાર્યક્રમનું આયોજન કરેઆ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલોમાં ડિબેટ, વિશેષ લેક્ચર, નિબંધ સ્પર્ધા અને ગ્રુપ ડિસ્કશન વગેરે રાખાવામાં આવે.
જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદની દરેક સ્કૂલોને પરિપત્ર કરીને સૂચના આપી છે કે 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્કૂલની પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને કલમ-370 અને 35-એ વિશે માહિતી આપવી.
કાશ્મીરમાં કલમ- 370 અને 35-એની કલમ હટાવાયા પછી વિદ્યાર્થીઓ પણ આ કલમ વિશે જાગૃત થાય તે માટે પ્રાર્થના સભામાં વિષય નિષ્ણાતની સ્પીચ અથવા ક્વિઝ, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિનું આયોજન કરવા જણાવ્યું છે.ખાસ વાત એ છે કે, આ કાર્યક્રમનું આયોજન 17 સપ્ટેમ્બરના રોજ આયોજિત કરવાનું કહેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. સર્ક્યુલરમાં સ્કૂલોને કાર્યક્રમની વિગત સેકેન્ડરી એજ્યુકેશનના ડાયરેક્ટર ઓફિસમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાશ્મીરમાંથી કલમ-370 અને 35 – એને હટાવ્યા બાદ ભારતના રાજ્યોની સંખ્યા અને કેન્દ્રશાસિત રાજ્યોની સંખ્યામાં પણ ફેરફાર થયો છે.
જેની માહિતી પણ વિદ્યાર્થીઓને અપાશે. ઉપરાંત રદ કરાયેલી કલમથી રાજ્યને શું ફાયદો થશે અને કલમમાં કેવા પ્રકારના નિયમોનો સમાવેશ થતો હતો તેની માહિતી વિદ્યાર્થીઓને અપાશે.આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે.
આર્ટિકલ 370 અને 35-A અંતર્ગત ભારતીય સંસદે એક સરાહનીય અને લોકોના ભલા માટે પગલુ ભર્યું છે,જેની લોકો દ્વારા પ્રસંશા કરવામાં આવી રહી છે.જેનાથી દેશને દુનિયાભરમાં આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે.
જણાવી દઈએ કે, અમદાવાદના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 1050 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અંદાજે 2.75 લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. જેમાં શહેરી વિસ્તામાં 600 સ્કૂલો છે, જેમાં 1.5 લાખ વિદ્યાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારની 450 સ્કૂલોમાં 1.25 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
સર્ક્યુલર પ્રમાણે,આ કાર્યક્રમનું આયોજન કરવાનો હેતુ વિદ્યાર્થીઓમાં આર્ટીકલ 370 અને 35-એ વિશે સમજણ વધારવાનો છેડીઇઓ કરેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, ભારતીય સંસદ દ્વારા સરાહનીય અને લોકાભિમુખ પગલાને સમગ્ર દેશની જનતાનો અભૂતપૂર્વ આવકાર મળેલ છે. આ બાબત સામાજિક વિજ્ઞાનના અભ્યાસને સ્પર્શતી શૈક્ષણિક બાબત છે.
17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મ દિવસે સામાજિક વિજ્ઞાન મંડળના અનુક્રમે શાળાની પ્રાર્થના સભામાં કલમ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવી.એક તરફ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ વિનોદ રાયે આવા કોઈ પણ સર્ક્યુલર બાબતે જાણકારી હોવાનો ઈન્કાર કર્યો છે.
બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે આ સર્ક્યુલરની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે, તેનો હેતુ વિદ્યાર્થીઓને આર્ટીકલ 370 અને 35-એ વિશે સમજણ આપવાનો અને દેશની સંસદીય કાર્યવાહીથી વાકેફ કરવાનો છે.
સરકારના દરેક કાર્યક્રમોની માફક આ કાર્યક્રમની માહિતી પણ સ્કૂલો પાસેથી મંગાવી છે.અમદાવાદ શહેર અને ગ્રામ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક સ્કૂલોએ 17 સપ્ટેમ્બરે કરેલા કાર્યક્રમનો અહેવાલ ફોટોગ્રાફ્સ સાથે ડીઇઓ કચેરીએ મંગાવ્યો છે.
કાર્યક્રમના બીજા દિવસે રિપોર્ટ કરવાની સૂચના આપી છે.PM મોદીના જન્મદિવસ પર આ કાર્યક્રમના આયોજન વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા વ્યાસે જણાવ્યું કે,અમારે કોઈ એક દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવાનું હતું.
આથી અમે વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર પસંદગી ઉતારી છે.ડીઇઓ ઓફિસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્કૂલોમાં સામાજિક વિજ્ઞાનની કમિટી દ્વારા આ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાશે.
સમગ્ર દેશમાં જ્યારે કલમ-370 અને 35-એની ચર્ચા થઇ રહી છે ત્યારે બાળકો પણ આ કલમ વિશે માહિતી મેળવે તે જરૂરી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના બાળકો 13 વર્ષથી વધુ ઉંમરના હોય છે. તેથી જો તેમના મનમાં કોઇ ખોટી માન્યતા હોય તો તે દૂર થાય તે પણ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે.જે ખરેખર ખુબજ સારો વિચાર છે.આનાથી બાળકો પર પણ સારો પ્રભાવ પડી શકે છે.