વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આજે દેશભરના ડોકટરો સાથે કોવિડ -19 પર તેમના સૂચનો અને અનુભવો વિશે જાણ્યું. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, પીએમ મોદીએ કોવિડ કેરમાં રોકાયેલા ડોકટરોના જૂથ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી છે.
આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તર પૂર્વ સહિત દેશભરના ડૉક્ટરો હાજર રહ્યા હતા. ડૉક્ટરોએ આ ખતરનાક મહામારી સાથે લડવા ને લઈને તેમના અનુભવો શેર કર્યા અને તેમના તરફથી સૂચનો આપ્યા.
Delhi: Prime Minister Narendra Modi interacts with doctors from across the country on their learnings and suggestions.#COVID19 pic.twitter.com/TZbWsqNspB
— ANI (@ANI) May 17, 2021
નોંધપાત્ર વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સતત કોરોના સંકટ વચ્ચે મેડિકલ આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતો સાથે વાત કરી રહ્યા છે. દેશને હવે કોરોના કેસોમાં થોડી રાહત મળી હોય તેમ લાગે છે કારણ કે, ઘણા રાજ્યોમાં કડક નિયમો ને લીધે સતત નવા કેસોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહી છે, જેથી આ મહામારીનો સામનો કરી શકાય. જો કે, વૈકસીનના અભાવને લીધે દેશમાં રસીકરણની ગતિ વેગ પકડી શકી રહી નથી.
દેશમાં આજે સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2 લાખ 81 હજાર 386 નવા કેસ નોંધાયા છે. સૌથી મોટી વાત એ છે કે 27 દિવસ બાદ દેશમાં 3 લાખથી ઓછા કેસ સામે આવ્યા છે. જોકે, કોરોનાથી મૃત્યુઆંક હજી ચાર હજારથી વધુ છે, જે રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય છે.