અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં અવસાન

પ્રયાગરાજથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીનું અવસાન થયું છે. અહીંના બાધંબરી મઠમાં તેમનું અવસાન થયુ છે. તેમ છતાં તેમના મૃત્યુનું કારણ સામે આવ્યું નથી. અધિકારીઓ દ્વારા શંકાસ્પદ મોત કહેવામાં આવી રહ્યું છે. જ્યારે મઠમાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

મહત્વના અધિકારીઓ અત્યારે મઠ પહોંચી રહ્યાં છે. એવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, નરેન્દ્ર ગિરી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. શંકાસ્પદ પરિસ્થિતિમાં મોતને જોતા તંત્ર પોસ્ટમોર્ટમ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મઠ પર ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડને પણ બોલાવી લેવામાં આવી છે.

જ્યારે નરેન્દ્ર ગિરીના અવસાનના સમાચાર બાદ સંત સમાજની સાથે રાજકીય દળોમાં પણ શોકની લહેર છવાઈ ગઈ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા ટ્વીટ કરી શોક વ્યક્ત કરવામાં આવ્યો અને જણાવ્યું છે કે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ પૂજ્ય નરેન્દ્ર ગિરી જીનું અવસાન, અપૂર્ણીય ક્ષતિ છે. ઈશ્વર પુણ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન અને તેમના અનુયાયિઓને આ દુખ સહન કરવાની શક્તિ આપે.

તેની સાથે નરેન્દ્ર ગિરી પોતાના નિવેદનનો કારણે સતત ચર્ચામાં બન્યા રહે છે. રવિવારના યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા તેમની સાથે મુલાકાત કરવામાં આવી હતી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, તે સતત તણાવમાં હતા. પોતાના શિષ્ય આનંદ ગિરી સાથે તેમનો જૂનો વિવાદ રહેલો છે. થોડા દિવસ અગાઉ તેમણે આનંદ ગિરીને મઠથી અલગ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં સમાધાન પણ કરી લેવામાં આવ્યું હતું.

જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા શોક વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ પૂજ્ય સંત મહંત નરેન્દ્ર ગિરી જી મહારાજના દેવલોકગમનની દુખદ સૂચના મળી છે. સનાતન ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પૂજ્ય સ્વામાજી દ્વારા સમાજના કલ્યાણ માટે આપેલા યોગદાનને હંમેશા યાદ રખાશે. ઈશ્વર તેમની આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે.

નોંધનીય છે કે, નરેન્દ્ર ગિરીનો પોતાના શિષ્ય આનંદ ગિરી સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આનંદ ગિરી પર પરિવાર સાથે સંબંધ રાખવા અને મઠ-મંદિરના ધનના દુરૂપયોગના મામલામાં કાર્યવાહી ચાલી રહી હતી. જ્યારે અખાડા, મઠ અને મંદિરમાંથી સસ્પેન્ડ કર્યા બાદ આનંદ ગિરી પોતાના ગુરૂ નરેન્દ્ર ગિરી વિરુદ્ધ સતત નિવેદન આપતા જોવા મળ્યા હતા.

ત્યારબાદ અખાડા પરિષદ દ્વારા આ મુદ્દા પર એક બેઠક બોલાવવામાં આવી હતી. જયારે સાધુ-સંતોની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ ગુરૂ પૂર્ણિમાના દિવસે આનંદ ગિરીને માફ કર્યા બાદ મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ પણ આનંદ ગિરીને તેનો જૂનો અધિકાર મળ્યો નહોતો. માત્ર બાધંબરી ગાદી મઠ અને મોટા હનુમાન મંદિરમાં આવવા પર પ્રતિબંધ હટાવવામાં આવ્યા હતા.

Scroll to Top