બોલિવૂડ અભિનેત્રી નરગિસ ફખરી લાંબા સમયથી ફિલ્મોની દુનિયામાંથી ગુમ થયેલ છે. જ્યારે એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન નરગિસ ફખરીએ કહ્યું છે કે, તેને પ્રખ્યાત થવાની કોઈ ભૂખ નથી. તે કામ માટે કેટલીક વસ્તુઓ કરશે નહીં, જેમ કે નગ્ન પોઝ આપવો અથવા તો પછી ડિરેક્ટર સાથે સૂઈ જવાનું પસંદ કરશે નહીં. મેં ઘણું કામ ગુમાવ્યું છે કેમકે કેટલીક એવી વસ્તુઓ હોય છેક જેના માટે મેં ના પાડી દીધી હતી.
નરગિસ ફખરીએ જણાવ્યુ છે કે, તેના માટે નૈતિકતા અને મૂલ્યોથી વધારે કંઈપણ નથી. હું મારા પ્રત્યે ઈમાનદાર રહેલ છું. હું બોલિવૂડમાં આવી ત્યારે કોઈ સેક્સ સીન્સ નહોતા. મોડલિંગમાં તેને ઘણી વખત ટૉપલેસ શોટ્સ અથવા એડમાં સુપર નેકેડ થવા માટે કહેવામાં આવતું હતું. મોડલિંગના દિવસોમાં એક એડલ્ટ મેગેઝિનની કોલેજ એડિશન હતું. તેના એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, છોકરીઓની જરૂર છે અને શું તે આવું કશું કરવા માગશે? મેગેઝિન મોટું હતું અને પૈસા પણ વધારે આપવામાં આવી રહ્યા હતા તેમ છતાં મેં તેને ના પાડી દીધી હતી.
તાજેતરમાં જ એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે, નરગિસ ફખરી ઈટાલીમાં બોયફ્રેન્ડ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રી નરગિસ ફખરી અને તેના બોયફ્રેન્ડ Justin Santos હાલમાં જ ઈટાલી ટ્રિપ પર હતા. ત્યાં નરગિસ ફખરીએ ખૂબ એન્જોય કર્યું હતું. નરગિસ ફખરી દ્વારા પોતાના અને બોયફ્રેન્ડ સાથેના કેટલાંક ફોટોગ્રાફ્સ પણ શેર કરવામાં આવ્યા હતા.
નરગિસ ફખરીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા. જેમાં તે બોયફ્રેન્ડની સાથે કેપ્રી આઈલેન્ડ પર દેખાઈ હતી. નરગિસ ફખરીએ તેની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ભોજન મારી પસંદગીની ભાષા રહેલ છે. મારું ડીએનએ જણાવે છે કે, હું 3.5 ટકા ઈટાલિયન પણ છું.’ જયારે નરગિસ ફખરીની જાણીતી બોલિવૂડ ફિલ્મોની વાત કરવામાં આવે તો તેમાં ‘રોકસ્ટાર’, ‘મદ્રાસ કાફે’, ‘મેં તેરા હીરો’, ‘હાઉસફુલ 3’, ‘બાંજો’, ‘તોડબાઝ’ વગેરે સામેલ છે.