બોલીવુડમાં સેક્સુઅલ હેરેસમેન્ટના સામે આવી રહેલા કેસોમાં અન્ય એક વધુ કેસનો ઉમેરો થયો છે. અભિનેતા વીર દાસની બહેન અને નેશનલ એવોર્ડ વિજેતા તૃષા દાસે પોતાના પર થયેલા શારીરિક અત્યાચારો પર મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપ લગાવ્યા છે. એવામાં તૃષા દાસના ખુલાસા બાદ બોલીવુડના કાળો ચહેરો ફરી એક વખત સામે આવી ગયો છે.
અભિનેતા વીર દાસની બહેન તૃષા દાસ નેશનલ એવોર્ડ વિજેતા રહેલી છે અને તે ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર પણ છે. તાજેતરમાં જ એક નામી ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં તૃષાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેનું ઘણી વખત શારીરિક શોષણ થયું છે. તૃષા દાસનું કહેવું છે કે, જ્યારે તે ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર તરીકે કામ કરતી હતી ત્યારે તેની પર અનેકવાર શારીરિક ત્રાસ પણ ગુજારવામાં આવ્યો હતો. આ બાબતમાં તેનું કહેવું છે કે, કામના સ્થળે આ સામાન્ય બાબત હતી અને મહિલાઓ એક-બીજાને કમ્ફર્ટ આપવા અને રક્ષણ કરવા માટે બીજી મહિલાઓને તે શોધે છે.
તૃષા મુજબ સોશિયલ મીડિયા અને કામના સ્થળે શારીરિક શોષણ વિશે સતત ચાલી રહેલી ચર્ચા અને #MeToo આંદોલને હવે પરિસ્થિતિને બદલી દીધી છે. આ મહિલાઓને સશક્તિકરણ અપાઈ રહ્યું છે. તેમ છતાં હું આશા રાખું છું કે, આ આંદોલનને રાજનીતિકારણ ના અપાય.
તેની સાથે પોતાનું શારીરિક શોષણ કરનારા લોકો વિશે જણાવતાં તૃષાએ જણાવ્યું હતું કે, તેઓ એટલા પ્રખ્યાત નથી અને હાલમાં એમાંથી કોઇના પણ સંપર્કમાં રહેલ નથી. મને એ પણ નથી ખબર કે એ લોકો હાલમાં ક્યાં છે? જ્યારે તે સમયે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પણ નહોતા કે હું એમના સંપર્કમાં રહી શકું. હવે આ નિવેદન બાદ બોલીવુડનું વાતાવરણ ફરીથી ગરમાયું છે.