છત્તીસગઢમાં અઢી વર્ષનો ફોર્મ્યુલા ગયો નિષ્ફળ, ભૂપેશ બધેલ બન્યા રહેશે મુખ્યમંત્રી

છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલની સરકાર 17 જૂને અઢી વર્ષ પૂરા થઇ જશે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ચર્ચા થઈ હતી કે મુખ્યમંત્રી નક્કી કરવામાં આવ્યા છે. હવે અઢી વર્ષ પુરા થવાના છે. ભાજપ ફરી એકવાર મુખ્યમંત્રી પદનો મુદ્દો ઉઠાવી રહી છે, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મુખ્યમંત્રી પદમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીની નજીકના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભૂપેશ બધેલને લીલી ઝંડી આપી દીધી છે.

પંજાબની પરિસ્થિતિ પછી જોખમ લેવા તૈયાર નથી કેન્દ્રિય સંગઠન

પંજાબ કોંગ્રેસના વિવાદને જોતા કોંગ્રેસ હાઇકમાન્ડ કોઈ જોખમ લેવા તૈયાર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રિય સંગઠને પણ ધારાસભ્યોનો પ્રતિસાદ લીધો છે, જેમાં ધારાસભ્યોએ સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પણ લેવામાં આવ્યો પ્રતિસાદ

કોંગ્રેસના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય નેતૃત્વની સૂચના પર પાર્ટીના ધારાસભ્યો પાસેથી સરકારની કામગીરી અંગે પ્રતિક્રિયા લેવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસ્તર અને સુરગુજાના લગભગ 17 ધારાસભ્યો સિવાય, મોટાભાગના ધારાસભ્યોએ સરકારના અઢી વર્ષના કાર્યને ઘણું સારું જણાવ્યું છે.

એટલું જ નહીં, રાયપુર અને બિલાસપુર વિભાગના કેટલાક ધારાસભ્યોએ સરકારના કામકાજ અંગે નારાજગી વ્યક્ત કરી હશે, પરંતુ કેન્દ્રીય નેતાઓએ તેમની સમસ્યાઓ જ સાંભળી નહીં, પણ તેમને હલ કરવાની પણ ખાતરી આપી. આંતરિક સર્વેનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ પછી જ કોંગ્રેસના છત્તીસગઢના પ્રભારી પી.એલ.પૂનિયાએ કહ્યું કે રાજ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. સરકારની રચના થઈ ત્યારે અઢી વર્ષ સુધી કોઈ ફોર્મ્યુલા પણ નહોતું.

છત્તીસગઢ સરકારના પ્રવક્તા રવિન્દ્ર ચૌબેએ કહ્યું હતું કે સરકારનું કામ સંપૂર્ણં રીતે સારું ચાલી રહ્યું છે. સરકારે જે વચનો આપેલા હતા તેને સરકાર પૂરા કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા મૂંઝવણ ઉભી કરવા માટે અઢી-અઢી ની વાત કહેવામાં આવી રહી છે, જે સંપૂર્ણ પાયાવિહોણી છે.

છત્તીસગઢના પૂર્વમંત્રી અજય ચંદ્રકરે કહ્યું કે, કોંગ્રેસની હાલત 17 જૂન પછી પંજાબ જેવી થશે. પંજાબમાં મહારાજા અને છત્તીસગઢમાં પણ મહારાજા. પાર્ટી નેતાઓ ગમે તેટલો બચાવ કરે, પરંતુ સમય પૂરો થયા પછી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

Scroll to Top