Nautapa 2024: નવ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, સૂર્ય-ગુરુની યુતિ વાવાઝોડું-વરસાદ લાવશે!

અમદાવાદઃ હાલમાં ઉનાળો ચરમસીમાએ છે. સૂર્ય ભગવાન સવારથી જ તાપ દેખાડવા લાગ્યા છે. ત્યારે જેમ જેમ સૂરજદાદા ઉંચે ચડે છે તેમ તેમ ગરમીમાં વધારો થતો જાય છે. ગરમ પવનના ઝાપટાંથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 25મીથી એટલે કે આજથી નૌતપા શરૂ થઈ રહ્યા છે. જ્યોતિષના મતે આ વખતે નૌતપામાં ગ્રહોની સ્થિતિમાં સૂર્ય ભગવાન ભીષણ આગ ફેલાવશે. ગ્રહોની યુતિને કારણે ભેજવાળું અને અસ્વસ્થ વાતાવરણ લોકોને બીમાર કરી શકે છે. આવી સ્થિતિમાં સાવધાનીની જરૂર પડશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ગરમીથી બચાવવાની જરૂર પડશે.

નવ તપ 25 મેથી શરૂ થશે અને 3 જૂન સુધી ચાલશે. સૂર્ય અને ગુરુના સંયોગને કારણે આ યોગ બની રહ્યો છે, નવ દિવસ સુધી આંધી-તોફાન અને વરસાદ સાથે તીવ્ર ગરમીની સંભાવના છે.

સવારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે
જ્યોતિષ પંડિત જનાર્દન શુક્લાએ જણાવ્યું કે, 25 મેથી નૌતપાનો પ્રારંભ થશે. આ દિવસે સવારે 7.56 વાગ્યાથી સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સાથે જ નૌતપાનો પ્રારંભ થશે. આ વખતે નૌતપા 3જી જૂને સવારે 8.11 વાગ્યા સુધી રહેશે. આ નવ દિવસો દરમિયાન સૂર્ય પૃથ્વીની નજીક હશે જેના કારણે ગરમીમાં વધારો થશે. આવી સ્થિતિમાં અન્ય દિવસોની સરખામણીએ તાપમાનનો પારો સામાન્ય કરતાં વધુ રહેશે.

જ્યોતિષ શાસ્ત્રી પંડિત કહે છે કે, એક તરફ સૂર્ય ભગવાન તેની ચરમસીમાએ હશે, તો બીજી તરફ ગુરુને સૌમ્ય ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે બંનેની યુતિથી ભારે ગરમી પડશે. જો કે, ગુરુના પ્રભાવને કારણે તેની અસર હળવી બનશે. આવી સ્થિતિમાં આ નવ દિવસોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની પણ સંભાવના છે. જે ગરમીની સાથે ભેજ અને બેચેનીમાં વધારો કરશે. જેના કારણે ચેપનો ખતરો વધી જશે. આ ચેપ દરમિયાન શરદીથી પીડિત લોકો અને તેમાંય ખાસ કરીને વૃદ્ધોના સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર પડશે. તેમને ભેજથી બચાવવા અને તેઓ શક્ય તેટલું વધુ પ્રવાહી લે છે તેની ખાતરી કરવી શ્રેષ્ઠ રહેશે.

Scroll to Top