મહારાષ્ટ્રના એનસીપી નેતા નવાબ મલિકે બુધવારે એક પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. મલિકે જણાવ્યું હતું કે સમીર વાનખેડેને બચાવવાના પ્રયાસો તહી રહ્યા છે. મુંબઈ વિસ્ફોટના આરોપીઓ પાસેથી જમીન ખરીદવાના ફડણવીસના આરોપ અંગે નવાબ મલિકે કહ્યું હતું કે, કાનૂની પ્રક્રિયાને પગલે તેણે જમીન ખરીદી હતી.
નવાબ મલિકે એમ પણ કહ્યું હતું કે જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી થઈ હતી. ભારતમાં મોટા પાયે બનાવટી નોટો ઘર કરી ગઇ હતી જેને દૂર કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી. તમિલનાડુ અને મધ્ય પ્રદેશમાં નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી, પરંતુ 8 ઓક્ટોબર, 2017 સુધી દેવેન્દ્રજીના રક્ષણ હેઠળ મહારાષ્ટ્રમાં નકલી ચલણનો વેપાર થઈ રહ્યો હોવાથી લગભગ એક વર્ષથી નકલી ચલણનો એક પણ કેસ નોંધાયો નથી.
નવાબ મલિકે એમ પણ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે તમામ ગુનેગારોને સરકારી હોદ્દાઓની લગામ આપી હતી. અમે વડા પ્રધાન પર આરોપ મૂકવા નથી માંગતા પરંતુ અંડરવર્લ્ડ ડોન દાઉદની નજીકનો સાથી રિયાઝ ભાટી તેમના કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યા, તેમને પીએમના કાર્યક્રમનો પાસ કેવી રીતે મળ્યો? તેની પાસેથી ડબલ પાસપોર્ટ મળ્યો છે. મલિકે પૂછ્યું કે ડબલ પાસપોર્ટ હોવા છતાં રિયાઝ ભાટીને બે દિવસમાં કેવી રીતે મુક્ત કરવામાં આવ્યો. તેણે પૂછ્યું કે શું રિયાઝ ભાટી ફરાર છે? મુન્ના યાદવ પર કેસ ચાલી રહ્યો છે તો તે ફડણવીસ સાથે કેમ જોવા મળે છે.
મંગળવારે જ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આજે હું જે કહીશ તે રાષ્ટ્રનો ખૂબ જ ગંભીર અને સુરક્ષાનો મુદ્દો છે. મલિકના પુત્રનો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ ધરાવે છે. ફડણવીસે મલિક પર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પાર્કરના ‘ફ્રન્ટ મેન’ મોહમ્મદ સલીમ પટેલ અને 1993ના વિસ્ફોટોના ગુનેગાર બાદશાહ ખાન પાસેથી 2.80 એકરનો પ્લોટ ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.