IndiaNews

AMC નવી પાર્કિગ પોલીસ તમારા હોશ ઉડાવી દેશે, રાજ્ય સરકારે પણ આપી દીધી મંજૂરી

AMC ની નવી પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે હવે ટૂંક જ સમયમાં તબક્કાવાર તેને અમલમાં મુકવામાં આવશે. સપ્ટેમ્બરમાં મહિનામાં AMC ની સ્થાયી સમિતિ દ્વારા પણ ડ્રાફ્ટ પોલિસીને મંજૂરી અપાઈ હતી જેમાં એક ફેરફાર પણ સૂચવવામાં આવ્યો હતો.

જેમાં નિયમો અનુસાર નાગરિકોએ વાહન ખરીદતા પહેલા તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાના પુરાવા બતાવવા પડશે. તેના પછી આ ડ્રાફ્ટ રાજ્ય કક્ષાની સમિતિને સોંપાયો હતો જેને 16 ઓક્ટોબરના મંજૂરી આપવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર દ્વારા આ બાબતમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 16 ઓક્ટોબરના રોજ પાર્કિંગ પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે આપણે ધ્યાનમાં રાખવું પડશે કે રસ્તાની જગ્યા મર્યાદિત છે અને ઉપલબ્ધ જગ્યાનું સંચાલન કરવું જરૂરી છે. તેની સાથે નવી નીતિ એવી રીતે ઘડવામાં આવી છે કે, તે ચોક્કસ સમયે ચોક્કસ વિસ્તારોની પાર્કિંગની જરૂરિયાતો પૂરી કરી શકે છે.

જ્યારે એક AMC અધિકારીએ નામ ન આપવાની શરતે કહેવામાં આવ્યું છે કે, કોર્પોરેશન દ્વારા તબક્કાવાર રીતે પોલિસીનો અમલ કરવામાં આવશે. કારણ કે એકસાથે અમલીકરણ કરવું શક્ય નથી. તેમણે જણાવ્યું છે કે, AMC દ્વારા દરેક તબક્કાના અમલીકરણ પહેલા અને પછી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

નવી નીતિ મુજબ સામાન્ય પાર્કિંગ પ્લોટ માટે માસિક અને વાર્ષિક પરમિટ અપાશે. આ સિવાય AMC ની રહેણાંક સોસાયટીઓની આજુબાજુ શેરીઓને આવરી લેતી પાર્કિંગ પરમિટ આપવાની યોજના ઘડવામાં આવશે.પોલિસી મુજબ, નવી નીતિ પાર્કિંગની જગ્યાની વહેંચણીને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જે અનુસાર અમદાવાદમાં પાર્કિંગની જગ્યાની અછત અને પાર્કિંગ સુવિધાઓના અસમાન વિતરણને કારણે ઉપલબ્ધ જગ્યાનો અસરકારક ઉપયોગ થવો જરૂરી છે.

ખાસ કરીને સીજી રોડ, આશ્રમ રોડ, પાલડી અને અન્ય સીબીડી વિસ્તારો જેવા વિસ્તારોમાં ઓફિસ સમય દરમિયાન પાર્કિંગની માંગમાં વધારો જોવા મળે છે જ્યારે અઠવાડિયાના અંતમાં આ માંગમાં ઘટાડો થાય છે. તેની સાથે ઓફિસ બિલ્ડિંગ, શાળાઓ, બેન્કો અને બિઝનેસ પાર્ક, મોલ અને પાર્ક પાર્કિંગ જગ્યાઓ પણ અઠવાડિયાના દિવસો અને સપ્તાહના અંતે પાર્કિંગની જગ્યાનો અસમાન ઉપયોગ જોવા મળતો હોય છે.

પોલિસી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, માલિકી અને અધિકારક્ષેત્રના મુદ્દાઓને લીધે વિસ્તારના અન્ય વાહનો આ પાર્કિંગ જગ્યાઓનો ઉપયોગ કરી શકતા નથી. નવી પોલિસી અનુસાર પાર્કિંગની જગ્યાના પુરવઠા અને માંગ વચ્ચેની અસમાનતાને પાર્કિંગની જગ્યાઓ વહેંચીને દૂર કરી શકાશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker