નવરાત્રીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને ખેલૈયા માટે ખુશીના સમાચાર રહેલા છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ આપવામાં આવી છે. ગૃહ વિભાગ થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
જ્યારે હવે મહાનગરોમાં રાત્રીના 12 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રહેવાનું છે. ગૃહ વિભાગ દ્વારા થોડા સમય બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. ગયા વર્ષે રાજ્ય સરકાર દ્વારા માત્ર આરતી પૂરતી જ મંજૂરી આપવામાં આવી હતી.
તેની સાથે આવતી કાલન્બા સવારે 6 વાગ્યે કફર્યું અંગેના નોટિફિકેશનની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. હાલના તબક્કા મુજબ રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ અમલીકરણ છે. જ્યારે ઘટી રહેલા કોરોનાના કેસોની વચ્ચે રાજ્યમાં કફર્યુંના કલાકોમાં છૂટછાટ અપાઈ તેવી શક્યતા રહેલી છે. કર્ફ્યુ સિવાય રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી સંદર્ભની ગાઈડ લાઈન પણ જાહેર કરવામાં આવી શકે છે. નવરાત્રીના સમય દરમિયાન રાત્રી કર્ફ્યુની સમય મુદતમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.