ભારતમાં હાલ કોરોનાએ કહેર વરસાવ્યો છે. દિવસેને દિવસે લોકોના મોત વધી રહ્યા છે. સાથેજ સંક્રમણ પણ હવે હદની બહાર જતું રહ્યું છે. જેના કારણે લોકો હવે હેરાન પરેશાન થઈ ગયા છે. તેવામાં મોટા ભાગના બોલીવૂડ સ્ટાર્સ માલદીવ્યમાં વેકેશન મનાવા જઈ રહ્યા છે. જેથી લોકો તેમના પર રોષ ઠાલવી રહ્યા છે. સાથેજ ઘણા લોકો ગુસ્સે પણ ભરાયા છે.
યુઝર્સે ટ્રોલ કર્યા
તાજેતરમાંજ રણબીર કપૂર અને આલીયા ભટ્ટ કોરોના પોઝિટીવ આવ્યા હતા. બાદમાં તેમનો રિપોર્ટ જ્યારે નેગેટિવ આવ્યો ત્યારે તેઓ માલદિવ્સમાં ફરવા માટે જતા રહ્યા. ત્યારે અમુક યુઝર્સે તેમને બરાબરના ટ્રોલ કર્યા હતા. સાથેજ ઘણા લોકોએતો તેમને સુપર સ્પ્રેડર પણ કહ્યા હતા.
દેખાડો ન કરવા કહ્યું
જોકે હવે નવાઝુદ્દીન સિદ્દકીએ પણ જે સિતારાઓ માલદીવ્સમાં ગયા છે. તેના પર પોતાનો ગુસ્સો દાખવ્યો છે. તેમણે કહ્યું છે કે આવા સમયે જે સેલિબ્રિટીઓ વેકેશન મનાવા માટે બહાર જતા રહ્યા છે. તેમણે થોડીક શરમ કરવી જોઈએ. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે દુનિયા હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. લોકો પાસે ખાવાના પણ રૂપિયા નથી ત્યારે આ લોકો દેખાડો કરી રહી રહ્યા છે.
લોકોના દિલ જીતવા સલાહ આપી
સમગ્ર મામલે નવાઝુદ્દીને વધુંમાં કહ્યું કે આ લોકોએ માલદિવ્સને તમાશો બનાવીને મુકી દીધું છે. સાથેજ તેણે એવું પણ કહ્યું કે મને ખ્યાલ નછી કે ટુરીઝમ ઈન્ડસ્ટ્રીમાં શુ અરેન્જમેન્ટ છે. પરંતુ હાલ તમારે માણસાઈ દાખવીને પણ તમારું વેકેશન સિમીત રાખવું જોઈએ. કારણકે લોકો હાલ દરેક જગ્યાએ ઘણા દુખી છે. જેથી તેમનું દીલ જીતીને બતાવો અને તેમની સામે દેખાડો કરવા માટે નવાઝે કહ્યું છે.
હોમટાઉનને માલદિવ્સ ગણાવ્યું
વધુમાં તેણે એવું પણ કહ્યું કે એક કોમ્યુનિટી તરીકે આપણે ભારતના એન્ટરટેનર્સને ગ્રો કરવા પડશે. જેથી મારો માલદિવ્સમાં વેકેશન ગાળવાનો કોઈ પ્લાન નથી. તેણે એવું પણ કહ્યું કે તે હાલમાં તેના હોમટાઉન બુઠાનામાં છે જે તેનું માલદિવ્સ છે.
મોટા ભાગના સેલેબ્રીટી માલદિવ્સમાં
ઉલ્લેખનીય છે કે નવાઝે આવુ સ્ટેટમેન્ટ ત્યારે આપ્યું છે જ્યારે રણબીર, આલીયા, ટાઈગર, દીશા સારા , માધુરી, જાહન્વી સહિત ઘણા બધા લોકો માલદિવ્સમાં મજા માણી રહ્યા છે. તો ઘણા બધા સેલેબ્રીટી તો રજા માણને પરત મુંબઈ પણ આવી ગયા છે. ત્યારે નવાઝના આ સ્ટેટમેન્ટની બોલીવુંડમાં કેવી અસર પડે છે. સાથેજ તેનો કોણ કોણ સાથ આપે છે તે તો આવનારા સમયમાંજ ખબર પડશે.