International

અમેરિકાના આ શહેરમાં આજે પણ દફન થવાની રાહ જોઈ રહ્યા છે કોરોના મૃતદેહ

કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોના મોતનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુયોર્ક સિટીમાં જ્યારે કોરોના કહેર ચરમસીમાએ હતો, ત્યારે પણ મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે સમયે અહીં પરીસ્થિતિ એવી બની ગઈ હતી કે, મરનારાઓને દફનાવવા માટે કબ્રસ્તાનોમાં જમીનની ઉણપ પડી ગઈ હતી. એવામાં ન્યુયોર્ક વહીવટીતંત્રે આ જીવલેણ બીમારીથી મૃત લોકોના મૃતદેહને રેફ્રિજરેટ ટ્રકમાં મુકવાનું શરૂ કર્યું હતું. દુર્ભાગ્યથી એક વર્ષ બાદ પણ આ રેફ્રિજરેટ ટ્રકોમાં રાખવામાં આવેલ મૃતદેહ આજે પણ દફન થવાની રાહ જોવે છે.

આશરે 750 જેટલી મૃતદેહોને ટ્રકની અંદર રાખવામાં આવ્યા છે

એક સ્થાનિક મીડિયાની રિપોર્ટ મુજબ, એક શહેર કાઉન્સિલની આરોગ્ય સમિતિએ ગયા અઠવાડિયે સ્વીકાર્યું હતું કે, કોરોના સંક્રમણથી મરી ગયેલા લોકોના લગભગ 750 મૃતદેહો બ્રુકલીન વોટરફ્રન્ટની બાજુમાં પાર્ક કરેલી ટ્રકમાં રાખવામાં આવેલ છે.

મોટાભાગના મૃતદેહોને હાર્ટ આઇલેન્ડમાં દફનાવવાની તૈયારીઓ

એક ન્યૂઝ વેબસાઇટ અનુસાર, અધિકારીઓ હવે આ મૃતદેહોની સંખ્યાને ઘટાડવાના પ્રયાસમાં લાગી ગયા છે. હાર્ટ આઇલેન્ડમાં મોટાભાગના મૃતદેહોને દફન કરવાની યોજના બનાવવામાં આવી છે. હાર્ટ આઇલેન્ડ એક મોટું કબ્રસ્તાન છે જે એક માઇલ સુધી લાંબું છે. તેને યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી મોટું સામૂહિક કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વર્ષોથી શહેરના ગરીબો અને લાવારીશ લાશોને દફનાવવા માટે કરવામો આવી રહ્યો છે.

અધિકારીઓ પરિવારોને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે

મેડીકલ પરીક્ષક કાર્યાલયના કાર્યકારી ડેપ્યુટી કમિશનર દિના મેનિઓટિસે કથિત રૂપથી આરોગ્ય સમિતિને જણાવ્યું છે કે, તેમનું કાર્યાલય કોવિડ-19 બીમારીથી મરનાર પરિવારોથી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના પરિવારોથી પરવાનગી મળતા જ આ મૃતદેહોને હાર્ટ આઈલેન્ડમાં દફનાવવાનું કામ શરુ કરવામાં આવશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker